Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `તેજસ`માં એરફોર્સ પાયલોટ બની કંગના રનૌત આ તારીખે થિયેટરમાં મચાવશે ધમાલ

`તેજસ`માં એરફોર્સ પાયલોટ બની કંગના રનૌત આ તારીખે થિયેટરમાં મચાવશે ધમાલ

Published : 05 July, 2023 04:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

. હાલમાં જ કંગના રનૌત(Kangana Ranuat Tejas Film)એ તેની આગામી ફિલ્મ `તેજસ`નો લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

તેજસ ફિલ્મમાંથી કંગના રનૌતનો લૂક

તેજસ ફિલ્મમાંથી કંગના રનૌતનો લૂક


કંગના રનૌત (Kangana Ranuat Tejas Film)ને સિનેમાની બોલ્ડ બાલા કહેવામાં આવે છે. તેણી તેના નિડર નિવેદનો માટે પણ જાણીતી છે. અભિનેત્રી દેશમાં ચાલી રહેલા મહત્વના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પણ શેર કરે છે. હાલમાં જ કંગના રનૌત(Kangana Ranuat Tejas Film)ની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અવનીત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નથી. તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ `તેજસ` (Tejas Film)ની અભિનેત્રીનો નવો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્મની રિલીઝ ડેટ(Tejas Release Date)પણ જાહેર કરવામાં આવી છે. 


કંગના રનૌત (Kangana Ranuat)આજકાલ પોતાની એક પછી એક ફિલ્મોને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેની ફેમસ ફિલ્મ `ઈમરજન્સી`નું ટીઝર રીલીઝ થયું હતું. `ઈમરજન્સી`નું ટીઝર અદ્દભુત છે. ચાહકોએ તેને ખૂબ જ પસંદ કર્યું છે. હવે તેણે તેની બીજી ફિલ્મ `તેજસ`માંથી પોતાનો લુક જાહેર કર્યો છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તેજસ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)


આ ફિલ્મ રોની સ્ક્રુવાલાના પ્રોડક્શન હાઉસ આરએસવીપીના બેનર હેઠળ બની રહી છે. તેનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું છે. આ ફિલ્મમાં કંગના (Kangana Ranaut)લીડ રોલમાં છે અને તે એરફોર્સ પાયલોટની ભૂમિકામાં જોવા મળશે. આ પ્રોજેક્ટ તેની જાહેરાત થઈ ત્યારથી જ ફિલ્મ પ્રેમીઓમાં જબરદસ્ત બઝ અને ઉત્તેજના પેદા કરી રહ્યો છે.


કંગના(Kangana Ranaut)એ ટ્વિટર પર ફિલ્મની પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે એરફોર્સ પાઈલટ તરીકે જોવા મળી રહી છે. આ સાથે તેણે લખ્યું, `વાયુસેનાના બહાદુર પાયલટના સન્માનમાં. આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.` આ ફિલ્મની વાર્તા એરફોર્સના પાઇલટ તેજસ ગિલની આસપાસ ફરે છે અને તેનો ઉદ્દેશ્ય એવા બહાદુર સૈનિકોમાં ગર્વની ભાવના પ્રેરિત કરવાનો છે જેઓ રસ્તામાં અનેક પડકારોનો સામનો કરીને આપણા દેશની રક્ષા કરે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સિવાય કંગના રનૌતની આગામી ફિલ્મમાં `ઈમરજન્સી` પણ સામેલ છે. આ ફિલ્મમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે શ્રેયસ તલપડે, અનુપમ ખેર, સતીશ કૌશિક, મહિમા ચૌધરી જેવા અન્ય ઘણા કલાકારો જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2023 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK