કંગના રનૌતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેના જન્મ વખતે કોઈ ખુશ નહોતું થયું
કંગના રનૌત
કંગના રનૌત ઘણી વાર પોતાની લાગણીઓને લોકો સામે ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. એક ઇન્ટરવ્યુમાં કંગનાએ ખુલાસો કર્યો હતો કે તે પોતાનાં માતા-પિતાનું અનવૉન્ટેડ ચાઇલ્ડ હતી. આ વાત ખબર પડ્યા પછી તે કેવું ફીલ કરતી હતી એ પણ તેણે આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે.
કંગનાએ આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘મારી બહેન રંગોલીના જન્મ પહેલાં મારાં મમ્મી-પપ્પાને પહેલા સંતાન તરીકે એક દીકરો જન્મ્યો હતો જે જન્મના ૧૦ દિવસમાં જ મૃત્યુ પામ્યો હતો. અમારા પરિવારમાં તેને હીરો તરીકે ઓળખવામાં આવે છે. મારાં મમ્મી-પપ્પા એ પુત્રને ગુમાવવાના દુઃખમાંથી બહાર આવી શક્યાં નહોતાં. જોકે પછી રંગોલીનો જન્મ થયો અને એનું બહુ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.’
ADVERTISEMENT
જ્યારે કંગનાનો જન્મ થયો ત્યારે તેનાં મમ્મી-પપ્પાને અને ખાસ કરીને તેની મમ્મીને આ સ્વીકારવામાં મુશ્કેલી પડી કે તેમણે વધુ એક દીકરીને જન્મ આપ્યો છે. આ સમયે અનુભવાતી લાગણી વિશે કંગનાએ જણાવ્યું કે ‘હું આ સ્ટોરીઝ જાણું છું કારણ કે જ્યારે પણ કોઈ મહેમાન આવતા ત્યારે તેઓ આ જ સ્ટોરી વારંવાર કહેતાં અને મને યાદ કરાવતાં કે હું અનવૉન્ટેડ ચાઇલ્ડ હતી.’

