હું માત્ર મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપું છું - કંગના
કંગના રનોટ
કંગના રનોટનું કહેવું છે કે તે બેડ પર પણ ફૅશનેબલ હોય છે. આ વાત તેણે એટલા માટે જણાવી છે કેમ કે તાજેતરમાં જ કોઈએ જણાવ્યું હતું કે કંગનાને ફૅશનથી નફરત છે. તેણે પ્રોડ્યુસ કરેલી ‘ટિકુ વેડ્સ શેરુ’ હાલમાં જ રિલીઝ થઈ છે. પોતાનો સ્ટાઇલિશ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘મેં કદી પણ એમ નથી કહ્યું કે હું ફૅશનને નફરત કરું છું. હું બેડ પર જાઉં છું તો પણ ફૅશનેબલ હોઉં છું. હું માત્ર મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપું છું. આપણે એ વસ્તુ પર ખર્ચ કરવો જોઈએ જેમાં આપણા લોકોની આવક થતી હોય. આ મારો ડ્રેસ પણ મેડ ઇન ઇન્ડિયા છે. સાથે જ એ પ્રમાણ છે કે આપણે પણ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છીએ.’