આ ફિલ્મ વિવાદોમાં સપડાઈ હતી અને આખરે ૧૭ જાન્યુઆરીએ એ રિલીઝ થઈ રહી છે.
કંગના રનૌત અને પ્રિયંકા ગાંધી
કંગના રનૌત હાલમાં ઇન્દિરા ગાંધીએ લાદેલી ઇમર્જન્સી વિશે બનાવેલી ફિલ્મ ‘ઇમર્જન્સી’નું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે અને આ દરમ્યાન તેણે આ ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ગાંધી-નેહરુ પરિવારને આમંત્રણ આપવાની વાત કહી હતી. કંગનાએ કહ્યું હતું કે હું પ્રિયંકાજીને સંસદભવનમાં મળી હતી અને તેમને મળીને મેં કહ્યું હતું કે આપકો ‘ઇમર્જન્સી’ દેખની ચાહિયે. તેમણે મને કહ્યું હતું કે હા, કદાચ. આ ફિલ્મમાં કંગનાએ ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ વિવાદોમાં સપડાઈ હતી અને આખરે ૧૭ જાન્યુઆરીએ એ રિલીઝ થઈ રહી છે.