Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંદીપ રેડ્ડી વાંગાને રોલ ઑફર કરવા ના પાડી કંગનાએ

સંદીપ રેડ્ડી વાંગાને રોલ ઑફર કરવા ના પાડી કંગનાએ

07 February, 2024 05:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેનું કહેવું છે કે જો તે ફિલ્મમાં કામ કરશે તો ફિલ્મના આલ્ફા હીરો ફેમિનિસ્ટ બની જશે અને ફિલ્મ પિટાઈ જશે

કંગના રનોટ

કંગના રનોટ


કંગના રનોટે હાલમાં જ સોશ્યલ મીડિયા પર સંદીપ રેડ્ડી વાંગાને વિનંતી કરી છે કે તે કોઈ દિવસ તેને પાત્ર ઑફર ન કરે. ‘અર્જુન રેડ્ડી’, ‘કબીર સિંહ’ અને ‘ઍનિમલ’ને લઈને સંદીપ હંમેશાં ચર્ચામાં રહ્યો છે. તે ટૉક્સિક મેન્ટાલિટીવાળી ફિલ્મો બનાવે છે એવો તેના પર આરોપ છે. તેની ફિલ્મોના હીરો હંમેશાં આલ્ફા મેલ હોય છે એવું કંગનાનું કહેવું છે. સંદીપે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કંગના વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે જો તેને ફિલ્મના રોલ માટે કંગના યોગ્ય લાગશે તો તે તેને અપ્રોચ કરશે અને તેને સ્ક્રિપ્ટ પણ સંભળાવશે. તેણે એ પણ કહ્યું હતું કે તેને ‘ક્વીન’ અને અન્ય ફિલ્મોમાં તેનું કામ પણ ખૂબ જ પસંદ પડ્યું હતું. આ વિશે જવાબ આપતાં કંગનાએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ‘સમીક્ષા અને નિંદા એક નથી હોતી. દરેક પ્રકારની આર્ટની સમીક્ષા અને ચર્ચા કરવી જોઈએ અને એ એક સામાન્ય વાત છે. સંદીપજીએ જે રીતે સ્માઇલ સાથે મારી સમીક્ષા કરતાં મારા પ્રત્યે આદર દેખાડ્યો છે એ જોઈને હું કહી શકું કે તેઓ ફક્ત મર્દાના ફિલ્મ નથી બનાવતા, પરંતુ તેમના તેવર પણ મર્દાના છે. આ માટે હું તેમનો આભાર માનું છું. જોકે મહેરબાની કરીને મને કોઈ પાત્ર ઑફર નહીં કરતા, કારણ કે તમારા આલ્ફા મેલ હીરો ફેમિનિસ્ટ બની જશે અને તમારી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પિટાઈ જશે. તમે બ્લૉકબસ્ટર ફિલ્મ બનાવો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમારી જરૂરત છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2024 05:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK