આ ફિલ્મ રજનીકાન્તની ‘ચન્દ્રમુખી’ની સીક્વલ છે
કંગના રનોટ
કંગના રનોટ ‘ચન્દ્રમુખી 2’ને લઈને ખૂબ ઉત્સુક છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ રજનીકાન્તની ‘ચન્દ્રમુખી’ની સીક્વલ છે. આ ફિલ્મમાં કંગના ડાન્સરના રોલમાં દેખાવાની છે. ફિલ્મમાં રાઘવ લૉરેન્સ પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મને પી. વાસુ ડિરેક્ટ કરે છે. ફિલ્મના સેટ પર પહોંચીને મેકઅપ કરતી કંગનાએ પોતાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. એમાં તેની આજુબાજુ મેકઅપ આર્ટિસ્ટ્સ અને હેરડ્રેસર પણ દેખાય છે. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘મારા આગામી ફિલ્મ ‘ચન્દ્રમુખી 2’ના સેટ પર પાછી આવી છું. આ ડ્રામેટિક લુક છે અને એની સિચુએશનને લઈને અમે બધા એક્સાઇટેડ છીએ.’