ટ્વિટર પર ટૅગ કરવામાં ન આવતાં ભડકી કંગના
કંગના રનોટ
કંગના રનોટને એટલે કન્ટ્રોવર્સીનું બીજું નામ. જો ક્યાંય પણ કન્ટ્રોવર્સી ન હોય તો એ ઊભી કરવામાં એક મિનિટનો પણ સમય તેને નથી લાગતો. હાલમાં જ તેને સ્વરા ભાસ્કરે ટ્વિટર પર ટૅગ ન કરી હોવાથી તેણે આલિયા ભટ્ટ અને તાપસી પન્નુને વિવાદમાં ઘસેડ્યાં છે. કંગનાની ‘તનુ વેડ્સ મનુ’ને દસ વર્ષ થયાં હતાં. આ ફિલ્મમાં તેની સાથે સ્વરાએ પણ કામ કર્યું હતું. સ્વરાને લઈને એક ફિલ્મ મૅગેઝિને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેને સ્વરાએ રીટ્વીટ પણ કરી હતી. આ બન્ને પોસ્ટમાં કંગનાને ટૅગ કરવામાં ન આવતાં એક યુઝરે કંગનાનું ધ્યાન દોર્યું હતું. આ વિશે કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મેરે દુશ્મનોં કી મુશ્કિલેં તો દેખો, રોજ દુહાઇયાં દેતે હૈં. કાશ સ્વરા કંગના હોતી યા કાશ આલિયા કંગના હોતી યા ફિર તાપસી હી કંગના હોતી. કાશ, કંગના કો હી કંગના સે છીન લેતે તો શાયદ વો હમારી હોતી. અજીબ મોહબ્બત હૈ યાર.’

