ઉર્મિલા માતોંડકર સોફ્ટ પોર્ન સ્ટાર છે, એક્ટિંગ નથી આવડતી: કંગના રનોટ
કંગના રનોટ, ઉર્મિલા માતોંડકર
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ કેસ અને મહારાષ્ટ્ર સરકાર સાથેના વિવાદોને લીધે અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut) આજકાલ બહુ ચર્ચામાં રહે છે. સાથે જ બૉલીવુડના ડ્રગ્સ મુદ્દે અભિનેત્રી સતત પોતાના નિવેદનો આપી રહી છે. તાજેતરમાં પીઢ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar)એ કંગના રનોટ પર નિશાનો સાધતા કહ્યું હતું કે, વગર કારણે કંગના વિક્ટિમ અને મહિલા કાર્ડ પ્લે કરી રહી છે. હવે પીઢ અભિનેત્રીના આ નિવેદન પર કંગના રનોટે પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, ઉર્મિલા માતોંડકર સોફ્ટ પોર્ન સ્ટાર છે. તે કયારેય એક્ટિંગ માટે નહોતી ઓળખાતી.
ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગના રનોટે ઉર્મિલા માતોંડકર પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, મારા સંઘર્ષનો મજાક બનાવવામાં આવી રહ્યો છે. ઉર્મિલા પોતાની એક્ટિંગ માટે નહોતી ઓળખાતી. તે શા માટે ઓળખાય છે? સોફ્ટ પોર્ન કરવા માટે. મને રાજકારણમાં ટિકિટ મળવામાં કોઈ મુશ્કેલી નહીં થાય, કારણકે ઉર્મિલા પાસે પણ એક છે. જો એને ટિકિટ મળી શકે છે તો પછી મને કેમ નહીં. બધાને ટિકિટ મળી રહી છે. હું શા માટે મારા જીવન સાથે રમું? ટિકિટ મેળવવા માટે મારે જીંદગી સાથે રમવાની અને પ્રોપર્ટી બરબાદ કરવાની જરૂર નથી.
ADVERTISEMENT
Kangana hits out at @UrmilaMatondkar over her remark on ‘BJP ticket’.
— TIMES NOW (@TimesNow) September 16, 2020
I don't have to work much to get a ticket: Kangana Ranaut (@KanganaTeam), Actor tells Navika Kumar on #FranklySpeakingWithKangana. pic.twitter.com/wrlzgr4zB7
આ પણ વાંચો: ઉર્મિલા માતોંડકરનો કંગના રનોટ પર પ્રહાર: હિમાચલ છે ડ્રગ્સનું કેન્દ્ર
ઉર્મિલા મતોંડકર માટે કંગના રનોટે આપેલા નિવદેન પછી બૉલીવુડમાંથી અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhasker) અને ફિલ્મેમેકર અનુભવ સિન્હા (Anubhav Sinha) પીઢ અભિનેત્રીના સપોર્ટમાં આવ્યા છે.
સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું હતું કે, 'પ્રિય ઉર્મિલા મતોંડકરજી માસૂમ, ચમત્કાર, રંગીલા, જુdaZ, દાઉદ, સત્યા, ભૂત, કૌન, જંગલ, પ્યાર તુને ક્યા કિયા, તેજાબ, પિંજર, એક હસીના થી....માં તમારા ઉત્કૃષ્ટ અભિનયને યાદ કરીને તમારી અભિનય અને શાનદાર નૃત્ય પર આશ્ચર્યચકિત થયા છે! લવ યુ.'
Dear @UrmilaMatondkar ji, remembering ur outstanding performances in Masoom, Chamatkaar, Rangeela, Judaai, Daud, Satya, Bhoot, Kaun, Jungle, Pyaar Tuney Kya Kiya, Tehzeeb, Pinjar, Ek Hasina Thi.. among others and have marvelled at your acting chops & brilliant dancing! Love u ?
— Swara Bhasker (@ReallySwara) September 16, 2020
જ્યારે અનુભવ સિન્હાએ ટ્વીટ કર્યું હતું કે, 'એવું કહેવાનું મન થયું કે હમણાં સુધીની સૌથી સુંદર, ભવ્ય, ઉત્તેજક, અભિવ્યક્ત અભિનેત્રીઓમાંની એક એટલે ઉર્મિલા માતોંડકર. તમને બહુ બધો પ્રેમ મોકલું છું.'
Just felt like saying this to one of the most beautiful, elegant, evocative, expressive actresses ever. Sending you love @UrmilaMatondkar
— Anubhav Sinha (@anubhavsinha) September 16, 2020

