Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગનાને દરેક બાબતમાં પોતાનું નાક ઘુસાડવાની ટેવ છે : આલિયા સિદ્દિકી

કંગનાને દરેક બાબતમાં પોતાનું નાક ઘુસાડવાની ટેવ છે : આલિયા સિદ્દિકી

Published : 01 July, 2023 07:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવાઝુદ્દીન સિદ્દીકીની એક્સ-વાઇફ આલિયા સિદ્દીકીએ કંગના રનોટ પર પ્રહાર કરતાં જણાવ્યું છે કે તેને દરેક વસ્તુમાં પોતાનું નાક ઘુસાડવાની ટેવ છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નવાઝુદ્દીન સિદ્દીકીની એક્સ-વાઇફ આલિયા સિદ્દીકીએ કંગના રનોટ પર પ્રહાર કરતાં જણાવ્યું છે કે તેને દરેક વસ્તુમાં પોતાનું નાક ઘુસાડવાની ટેવ છે. આલિયા હાલમાં જ ‘બિગ બૉસ OTT 2’માંથી એવિક્ટ થઈ છે. લગ્નજીવન દરમ્યાન તેમને એક દીકરી અને એક દીકરો છે. તેમના ડિવૉર્સ થઈ ચૂક્યા છે. આલિયા અને નવાઝુદ્દીનની પર્સનલ લાઇફ ચર્ચાનો વિષય બની ગઈ હતી. એ વખતે કંગનાએ નવાઝુદ્દીનને સાથ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે નવાઝુદ્દીનને જાહેરમાં તેની વાઇફ આલિયા અપમાનિત કરી રહી છે. કંગનાના આ સ્ટેટમેન્ટ પર રીઍક્ટ કરતાં આલિયાએ કહ્યું કે ‘મારા માટે તેણે કહેલી કોઈ વાતની વૅલ્યુ નથી. દરેક વિષય પર પોતાની કમેન્ટ આપવાની તેને ટેવ છે એ બધા જાણે છે. તેને દરેક બાબતમાં પોતાનું નાક ઘુસાડવાની આદત છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2023 07:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK