પેરન્ટ્સ માટે ઘરની સજાવટ કરી કંગનાએ
પેરન્ટ્સ માટે ઘરની સજાવટ કરી કંગનાએ
કંગના રનોટે તેની ભાભી રિતુ સાથે મળીને મુંબઈમાં તેના પેરન્ટ્સ માટે ઘરને નવો ઓપ આપીને સજાવ્યું છે. તેણે સજાવટ પહેલાંના અને બાદના ફોટો શૅર કર્યા હતા. તેનું એમ પણ કહેવું છે કે તેના પેરન્ટ્સને ઘરની કાયાપલટ પસંદ પડી છે. ઘરના ટ્રાન્સફૉર્મેશન પહેલાંનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘રિતુ અને મેં મુંબઈમાં મારા પેરન્ટ્સના ઘરની સાથે મળીને સજાવટ કરી હતી. તમારી સાથે પહેલાંના અને બાદના ફોટો શૅર કરું છું. મારા પેરન્ટ્સની શું ઇચ્છા હતી અને તેમને શું જોઈતું હતું એ વસ્તુ પર સાથે મળીને કામ કરવાનું સારું લાગ્યું હતું. આશા છે કે જે લોકોને ઘરના ડેકોરેશનમાં ઇન્ટરેસ્ટ છે તેમને આનાથી પ્રેરણા મળશે.’
ઘરની સજાવટ બાદનો વિડિયો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘ટ્રાન્સફૉર્મેશન બાદનો વિડિયો. રિતુએ ગ્લૅમરસ સૉફ્ટ વિક્ટોરિયન કલર્સની પસંદગી કરી હતી. મારા પેરન્ટ્સને એ વાતની ખુશી છે કે મહિલાઓએ ઘરનો ચાર્જ લઈ લીધો છે. તમને કઈ સ્ટાઇલ પસંદ આવી એ મને જરૂર જણાવજો.’

