‘ઇન્ડિયન 2’ના પ્રમોશન દરમ્યાન કિંગ ખાનની ભરપૂર તારીફ કરી કમલ હાસને
કમલ હાસન ‘ઇન્ડિયન 2’ના પ્રમોશન દરમ્યાન
કમલ હાસન શાહરુખ ખાનને સુપરસ્ટાર નહીં પરંતુ આર્ટનો ખરો કદરદાન માને છે. કમલ હાસન દ્વારા ૨૦૦૦માં ડિરેક્ટ કરવામાં આવેલી ‘હે રામ’માં શાહરુખ ખાને કામ કર્યું હતું. થોડા સમય પહેલાં પણ કમલ હાસને તેની દીકરી સાથેના પૉડકાસ્ટમાં શાહરુખ ખાન વિશે વાત કરી હતી. ૧૨ જુલાઈએ રિલીઝ થઈ રહેલી ‘ઇન્ડિયન 2’ના પ્રમોશન દરમ્યાન શાહરુખ ખાન વિશે પૂછવામાં આવતાં કમલ હાસને કહ્યું હતું કે ‘હું શાહરુખ ખાનમાં સુપરસ્ટાર નથી જોતો અને તે મને સુપર ડિરેક્ટર તરીકે નથી જોતો. અમે ફ્રેન્ડ્સ છીએ. તેણે મારા માટે ફ્રીમાં ફિલ્મ કરી હતી. આ સુપરસ્ટાર દ્વારા નહીં, પરંતુ આર્ટના ફૅન દ્વારા જ શક્ય છે. તે આર્ટનો ખરો કદરદાન છે અને સારો ઍક્ટર છે. હું તેનો ખૂબ જ આભારી છું. અમે સ્ટાર્સ અને એ બધું નથી જોતા. એ મીડિયા દ્વારા અમને નામ આપવામાં આવે છે અને અમે એને સ્વીકારી લઈએ છીએ.’