કલંકના ગીત 'તબાહ હો ગયે'માં માધુરીની અદાઓ તમને કરી દેશે તબાહ
કલંકનું ગીત થયું રિલીઝ
કરણ જોહરનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કલંક આ સમયે સૌથી વધુ ચર્ચામાં છે. ફિલ્મના એક એક ગીત લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. કારણ કે ફિલ્મમાં એક થી એક ચડે એવા કલાકારો છે. આજે તો ડાન્સિંગ દિવા માધુરીનું ગીત રિલીઝ થયું છે. અમે તમને ગીતની તમામ જાણકારીઓ તો આપીશું. પરંતુ તે પહેલા તમે આ ગીત જોઈ લો..
'તુમસે જુડા હો કે હમ તબાહ હો ગયે', કલંકનું આ ગીત માધુરી દીક્ષિત પર જેટલી ખૂબસૂરતીથી ફિલ્માવવામાં આવ્યું છે એટલું જ સરસ પર્ફોર્મન્સ માધુરીનું છે. જાણીતા કથક સમ્રાટ પંડિત બિરજૂ મહારાજ પાસેથી ડાંસ શીખી ચુકેલા માધુરીએ પહેલા પણ આ પ્રકારની અદાઓ બચાવી છે. અને આ ગીતમાં તેમની નૃત્યની મુદ્રાઓ અને ભાવ ભંગીમાઓ જોવા જેવી છે.
પ્રીતમે સંગીતબદ્ધ કરેલા આ ગીતને શ્રેયાએ તેના મખમલી અવાજમાં ગાયું છે. અને ગીત અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છું. આ ગીતને સરોજ ખાન અને રેમો ડીસૂઝાએ કોરિયોગ્રાફ કર્યું છે.
અભિષેક વર્મનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કલંકની કહાની 1945ની આસપાસની છે. એ દરમિયાન પોતાના સન્માન માટે અને રૂઆબ માટે જંગ પણ થયો અને અમર પ્રેમ પણ. ફિલ્મમાં માધુરી બહાર બેગમના રોલમાં છે જ્યારે સંજય દત્ત બલરાજ ચૌધરીના રોલમાં. બંને 2 દાયકાઓ બાદ કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ મલ્ટી સ્ટારર ફિલ્મ કલંકની સ્ટાર કાસ્ટનો આવો છે પ્રમોશનલ લૂક
ADVERTISEMENT
આ પહેલા કલંકનું ટાઈટલ સોંગ, ઘર મોરે પરદેસિયા અને બાકી સબ ફર્સ્ટ ક્લાસ હૈ પણ રિલીઝ થયા છે અને તમામ હિટ રહ્યા છે. ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા છે. આ ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

