કાજોલ અને કરણ બાળપણનાં ફ્રેન્ડ્સ છે.
કાજોલ અને કરણ જોહર
કાજોલ અને કરણ જોહર ૧૨ વર્ષ બાદ ફરી સાથે કામ કરે એવી શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન આ ફિલ્મ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી રહ્યો છે. કાજોલ અને કરણ બાળપણનાં ફ્રેન્ડ્સ છે. આ બન્નેએ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ માટે સાથે કામ કર્યું હતું. જોકે બન્નેના સંબંધોમાં ત્યારે ખટાશ આવી હતી જ્યારે કરણની ‘અય દિલ હૈ મુશ્કિલ’ સાથે કાજોલના હસબન્ડ અજય દેવગનની ‘શિવાય’ની બૉક્સ-ઑફિસ પર ક્લૅશ થઈ હતી. જોકે ત્યાર બાદ તેમના મતભેદ દૂર કરવામાં આવ્યા અને તેમના સંબંધો ફરી સુધરી ગયા છે. એથી આ બન્ને ફરી પાછાં કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરે એવી શક્યતા છે. જો તેઓ સાથે કામ કરશે તો લગભગ ૧૨ વર્ષ બાદ તેઓ ફરી સાથે આવશે. એવું જાણવા મળ્યું છે કે કાયોઝ ઈરાની આ ફિલ્મને ડિરેક્ટ કરવાનો છે. એવું કહેવાય છે કે કાજોલ આ ફિલ્મમાં સ્ટ્રૉન્ગ કૅરૅક્ટરમાં દેખાશે. ઇબ્રાહિમ સાથે તેના સીન્સ પણ વધારે હશે. એથી કાજોલ ઇબ્રાહિમ સાથે સ્ક્રીન શૅર કરવા માટે ઉત્સુક જણાઈ રહી છે. જોકે આ દિશામાં કાજોલ કે પછી કરણ જોહર તરફથી કોઈ ચોક્કસ માહિતી નથી મળી.

