Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગન પાસેથી મને પ્રોફેશનલ વૅલિડેશનની જરૂર નથી : કાજોલ

અજય દેવગન પાસેથી મને પ્રોફેશનલ વૅલિડેશનની જરૂર નથી : કાજોલ

09 October, 2023 04:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાજોલ અને અજય દેવગનને ચોવીસ વર્ષના લગ્નજીવનમાં નિસા અને યુગ નામનાં બે બાળકો છે.

કાજોલ અને અજય દેવગન

કાજોલ અને અજય દેવગન


કાજોલને નથી લાગતું કે તેના પ્રોફેશન માટે તેને હસબન્ડ અજય દેવગન પાસેથી વૅલિડેશનની જરૂર હોય. કાજોલ અને અજય દેવગનને ચોવીસ વર્ષના લગ્નજીવનમાં નિસા અને યુગ નામનાં બે બાળકો છે. અજય દેવગન મોટા ભાગે કાજોલની ફિલ્મો નથી જોતો, પરંતુ કાજોલ તેની ફિલ્મો જુએ છે. જોકે એનાથી તેને કોઈ ફરક નથી પડતો. એ વિશે કાજોલે કહ્યું કે ‘મને તેની પાસેથી મારા પ્રોફેશનના વૅલિડેશનની જરૂર નથી લાગતી. અમે બન્ને સિક્યૉર છીએ. એથી અમે બન્ને એકબીજાના કામમાં દરમ્યાનગીરી નથી કરતા. અમે એમ પણ નથી કહેતા કે ઓહ, તારે આ સીન આવી રીતે કરવાની જરૂર હતી. ના, અમે આવું કદી નથી કરતા. અમારી પાસે ચર્ચા કરવા માટે ઘણાબધા વિષયો છે. બે બાળકો છે, ઘર છે, બે ડૉગી છે. ચાર ગાડી છે. આ બધાની વચ્ચે અમને ફિલ્મો અને ઍક્ટિંગ વિશે વાત કરવાનો સમય જ નથી રહેતો.’


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2023 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK