કાજલે ૨૦૨૦માં ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યાં હતાં
કાજલ અગરવાલ
કાજલ અગરવાલે જણાવ્યું છે કે તેના દીકરાના જન્મ બાદ તે ડિપ્રેશનનો શિકાર બની હતી. તેણે ૨૦૨૦માં ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૨૨માં કાજલે દીકરાને જન્મ આપ્યો હતો. તેનું નામ નીલ રાખવામાં આવ્યું છે. ડિલિવરી બાદ કાજલ પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશનનો ભોગ બની હતી. બાળકને જન્મ આપ્યા બાદ કોઈક મહિલાઓ પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશનનો શિકાર થાય છે. એમાં મહિલાઓનો મૂડ બદલાયા કરે છે, ઉદાસી-બેચેની રહે છે, રડવું આવે છે, ગભરામણ થાય છે અને અનિદ્રાનો તે ભોગ બને છે. એ વિશે જણાવતાં કાજલ અગરવાલે કહ્યું કે ‘આ એક સામાન્ય બાબત છે અને જે વ્યક્તિ એનો ભોગ બને છે તેને ફૅમિલીના સપોર્ટની જરૂર હોય છે. પોતાના માટે સમય કાઢવાથી ઘણો સુધાર આવે છે. તમારી ફેવરિટ ઍક્ટિવિટી કરવી જોઈએ. યોગ્ય માર્ગદર્શન હેઠળ વર્કઆઉટ કરવું જોઈએ. પોતાના બેસ્ટીઝને મળવું પણ એક થેરપી જેવું કામ કરી જાય છે. હું નસીબદાર છું કે એમાંથી હું જલદી બહાર આવી ગઈ. એનું શ્રેય મારા પરિવારને જાય છે. હું જ્યારે એમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મારા હસબન્ડને ઘણું વેઠવાનું આવ્યું હતું.’