Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડબલ રોલમાં દેખાશે જુનિયર એનટીઆર?

ડબલ રોલમાં દેખાશે જુનિયર એનટીઆર?

Published : 11 April, 2023 03:43 PM | Modified : 11 April, 2023 03:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તેની સાથે જાહ્નવી કપૂર પણ લીડ રોલમાં દેખાવાની છે.

જુનિયર એનટીઆર

જુનિયર એનટીઆર


જુનિયર એનટીઆર તેની આગામી ફિલ્મ ‘NTR 30’માં ડબલ રોલમાં દેખાય એવી શક્યતા છે. આ ફિલ્મમાં તેની સાથે જાહ્નવી કપૂર પણ લીડ રોલમાં દેખાવાની છે. ‘RRR’ને દેશ-વિદેશમાં મળેલી સફળતા બાદ જુનિયર એનટીઆરે ફરીથી કામ શરૂ કર્યું છે. ‘NTR 30’ને કોર્તલા સિવા ડિરેક્ટ કરી રહ્યો છે. જુનિયર એનટીઆરે અગાઉ ‘અદુર્સ’માં ડબલ રોલ કર્યો હતો. હવે ‘NTR 30’માં તે પિતા-પુત્રના રોલમાં દેખાવાનો હોવાની ચર્ચા છે. ફિલ્મનાં બન્ને પાત્રોને તેને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં તે ઍક્શન કરતો પણ દેખાશે. ફિલ્મની ટીમ વિશાળ સેટ ઊભો કરશે. ડિરેક્ટર કોર્તલાએ અગાઉ જણાવ્યું હતું કે જુનિયર એનટીઆરનું પાત્ર ભ્રષ્ટાચારી લોકોને પાઠ ભણાવશે. 


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK