હિન્દી સિનેમામાં તેમના અદ્ભુત અભિનય માટે જુનિયર મેહમૂદ (Junior Mehmood)નું બિરુદ મેળવનાર નઈમ સૈયદ એક મોટી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે
તસવીર: માસ્ટર રાજુનું ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ
હિન્દી સિનેમામાં તેમના અદ્ભુત અભિનય માટે જુનિયર મેહમૂદ (Junior Mehmood)નું બિરુદ મેળવનાર નઈમ સૈયદ એક મોટી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 70થી 90 ના દાયકામાં પોતાની અભિનય કુશળતા બતાવનાર જુનિયર મહેમૂદ પેટના કેન્સર સામે લડી રહ્યા છે. અભિનેતાની તબિયત ત્યારે સામે આવી જ્યારે થોડા દિવસો પહેલાં જોની લીવર તેની તબિયત પૂછવા પહોંચ્યા હતા. જોની લીવર (Johnny Lever) બાદ હવે એક્ટર માસ્ટર રાજુ જુનિયર મેહમૂદને મળવા પહોંચ્યા છે.
જુનિયર મેહમૂદની બગડતી તબિયતના સમાચારે ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોને પરેશાન કર્યા છે. જોની લીવર પછી માસ્ટર રાજુએ જુનિયર મહેમૂદ સાથેનો એક ફોટો પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. અભિનેતાએ એમ પણ લખ્યું છે કે, “અત્યારે હું જુનિયર મહેમૂદજી સાથે છું, તેમને પેટનું કેન્સર હોવાનું નિદાન થયું છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો.” માસ્ટર રાજુએ શેર જુનિયર મેહમૂદની શેર કરેલી તસવીરમાં અનુભવી અભિનેતાની તબિયત સારી દેખાતી નથી. તેમની તબિયતમાં ઘટાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ADVERTISEMENT
જુનિયર મહેમૂદની ફિલ્મો
જુનિયર મેહમૂદની ફિલ્મી સફર ઘણી લાંબી રહી છે. જુનિયર મેહમૂદે બોલિવૂડમાં દેવાનંદ અને રાજેશ ખન્નાથી લઈને સંજય દત્ત સુધીના ઘણા કલાકારો સાથે કામ કર્યું હતું. મનોરંજન વેબસાઇટ્સના અહેવાલો અનુસાર, જુનિયર મેહમૂદે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જુનિયર મહેમૂદે માત્ર હિન્દી જ નહીં, પરંતુ 7 અલગ-અલગ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં અભિનય સાથે, મહેમૂદજીએ ઘણી મરાઠી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. એક સમય હતો, જ્યારે જુનિયર મહેમૂદે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું હતું. કોમિક રોલ માટે ઇન્ડસ્ટ્રીમાં અભિનેતાની માગ હતી.

