આમિર ખાનના દીકરા જુનૈદે એક ઇન્ટરવ્યુમાં રસપ્રદ વાત કરી છે. તેણે કહ્યું હતું કે ફિલ્મ ‘લાપતા લેડીઝ’ માટે તેણે સ્ક્રીન-ટેસ્ટ આપી હતી.
જુનૈદ ખાન, સ્પર્શ શ્રીવાસ્તવ, કિરણ રાવ
આમિર ખાનના દીકરા જુનૈદે એક ઇન્ટરવ્યુમાં રસપ્રદ વાત કરી છે. તેણે કહ્યું હતું કે ફિલ્મ ‘લાપતા લેડીઝ’ માટે તેણે સ્ક્રીન-ટેસ્ટ આપી હતી, પણ ફિલ્મની ડિરેક્ટર કિરણ રાવે સ્પર્શ શ્રીવાસ્તવની પસંદગી કરી હતી. પોતાનો આ નિર્ણય જુનૈદને જણાવતી વખતે કિરણે કહ્યું હતું કે પાત્ર માટે સ્પર્શ શ્રીવાસ્તવ વધુ યોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે ‘લાપતા લેડીઝ’ જુનૈદના પપ્પા આમિર ખાને પ્રોડ્યુસ કરી હતી અને કિરણ રાવ આમિરની ભૂતપૂર્વ પત્ની છે.