જુહી ચાવલા મહેતા અને બાબીલ ખાનની ફિલ્મ ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર પહેલી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
ફ્રાઈડે નાઇટ પ્લાન
જુહી ચાવલા મહેતા અને બાબીલ ખાનની ફિલ્મ ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર પહેલી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જુહી ચાવલાની સાથે અમ્રિત જયન, આદ્યા આનંદ અને નિનાદ કામત પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મની સ્ટોરી બે ભાઈઓની છે, જે નાની-નાની વાતોમાં ઝઘડે છે પરંતુ જ્યારે એકબીજાને સાથ આપવાનો હોય તો પાછી પાની નથી કરતા. ફિલ્મને વત્સલ નીલાકાન્તને ડિરેક્ટ કરી છે. તો ફરહાન અખ્તર, રિતેશ સિધવાણીએ અન્ય પ્રોડ્યુસર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં મોટા ભાઈનો રોલ કરનાર બાબીલે કહ્યું કે ‘રિયલ લાઇફમાં મને નાનો ભાઈ હોવાથી ફિલ્મ સાથે હું સહેલાઈથી કનેક્ટ થઈ શક્યો હતો. ફિલ્મ દરમ્યાન મારી જૂની યાદોને ફરીથી જીવંત કરવા મળી. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે મારી આ પહેલી ફિલ્મ છે અને ‘કલા’ બાદ નેટફ્લિક્સ સાથે આ મારી બીજી ફિલ્મ છે. આ પ્રોજેક્ટ સાથે જોડાવાની મને અતિશય ખુશી છે.’