‘મૉડર્ન માસ્ટર્સ : એસ. એસ. રાજામૌલી’માં ડિરેક્ટરની આવી રીતે પ્રશંસા કરી
જુનિયર NTR
‘બાહુબલી’ ફ્રૅન્ચાઇઝી અને ‘RRR’ જેવી ફિલ્મો બનાવનારા ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીની લાઇફ પર બનેલી ડૉક્યુમેન્ટરીનું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. એ ફિલ્મ નેટફ્લિક્સ પર બીજી ઑગસ્ટે આવવાની છે. એ ફિલ્મમાં જુનિયર NTR, રામચરણ, કરણ અર્જુન અને પ્રભાસ તેમની પ્રશંસા કરતા દેખાશે. ટ્રેલરની શરૂઆતમાં એસ. એસ. રાજામૌલી કહે છે, ‘મારે અદ્ભુત સ્ટોરીઝ કહેવી છે. હું ચાહું છું કે લોકો ફિલ્મમાં ઓતપ્રોત થઈ જાય.’
ત્યાર બાદ જુનિયર NTR કહે છે, ‘આ વ્યક્તિનો જન્મ ફિલ્મો બનાવવા માટે થયો છે. જે સ્ટોરીઝ હજી સુધી નથી કહેવામાં આવી એ લોકો સુધી પહોંચાડવા માટે જ તેમનો જન્મ થયો છે.’
ADVERTISEMENT
રામચરણ કહે છે, ‘હું જ્યારે રાજામૌલીની ફિલ્મો જોતો તો હું ચોંકી જતો હતો અને હવે તેમની સાથે કામ કરવાનો અનુભવ પણ મળ્યો છે.’
તો પ્રભાસ કહે છે, `તેઓ કામ પ્રત્યે પાગલ છે. `