તેની આગામી ફિલ્મ ‘તેહરાન’ પણ ઍક્શનથી ભરપૂર છે
જૉન એબ્રાહમ
જૉન એબ્રાહમે હવે કૉમેડી ફિલ્મો પર પરંતુ ઍક્શન ફિલ્મો પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. ‘પઠાન’માં તેના ઍક્શન અવતાર બાદ તે ઍક્શન ફિલ્મો વધુ કરવા માગે છે અને તેને હવે કૉમેડી ફિલ્મો નથી કરવી. આ જ કારણ છે કે તેણે ‘આવારા પાગલ દીવાના 2’ને કદાચ તો ના પાડી છે. તેણે હવે જબરદસ્ત ઍક્શનવાળી ફિલ્મો તરફ પોતાની નજર ફેરવી છે. તેની આગામી ફિલ્મ ‘તેહરાન’ પણ ઍક્શનથી ભરપૂર છે. તેણે ‘ગરમ મસાલા’ અને ‘હાઉસફુલ 2’માં કૉમેડી રોલ કર્યો હતો.