Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પઠાનની સફળતા પછી જા‍ૅન એબ્રાહમે બાઇક માગી લીધી શાહરુખ પાસેથી

પઠાનની સફળતા પછી જા‍ૅન એબ્રાહમે બાઇક માગી લીધી શાહરુખ પાસેથી

22 August, 2024 08:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મની સક્સેસ-પાર્ટીમાં શાહરુખે જૉનને પૂછ્યું કે તારે શું જોઈએ છે તો તેણે બાઇકની માગણી કરી હતી

જા‍ૅન એબ્રાહમ

જા‍ૅન એબ્રાહમ


જૉન એબ્રાહમ અને શાહરુખ ખાનની ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાન’ ખૂબ સફળ થઈ હતી. ફિલ્મની સક્સેસ-પાર્ટીમાં શાહરુખે જૉનને પૂછ્યું કે તારે શું જોઈએ છે તો તેણે બાઇકની માગણી કરી હતી. સામે શાહરુખે તેને બાઇક ગિફ્ટ કરી પણ હતી. જૉનને બાઇકનો ખૂબ શોખ છે. જૉન એબ્રાહમે અગાઉ શાહરુખને નંબર વન ઍક્શન હીરો કહ્યો હતો. શાહરુખ પાસે બાઇક માગી હોવાનો કિસ્સો સંભળાવતાં જૉન કહે છે, ‘તેમની સાથે મારી છેલ્લી ફિલ્મ ‘પઠાન’ હતી. ફિલ્મની રિલીઝ બાદ સક્સેસ-પાર્ટી ચાલી રહી હતી. એ વખતે શાહરુખે મને કહ્યું કે જૉન, ચાલ પાર્ટી કરીએ; અપની પિક્ચર ચલ રહી હૈ, અચ્છા ઓપનિંગ મિલા હૈ. મૈંને બોલા, નહીં મુઝે સોના હૈ. તો તેમણે કહ્યું, ક્યા? સોના હૈ? મેં કહ્યું કે હાં, મુઝે સોના હૈ. તો ઉન્હોંને બોલા, ક્યા ચાહિએ તુમ્હેં? મૈંને બોલા, એક મોટરસાઇકલ દે દો બસ. તો ઉન્હોંને મુઝે મોટરસાઇકલ ગિફ્ટ કી. ઉસ દિન મૈં ખુશ હોકે ગયા ઘર.’


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2024 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK