આ મૉડલની અત્યારની એક્સ-શોરૂમ કિંમત ૧૨.૯૯ લાખથી ૨૩.૦૯ લાખ રૂપિયા સુધી છે
જૉન એબ્રાહમ
જૉન એબ્રાહમની ગણતરી બાઇકપ્રેમી તરીકે થાય છે, પણ હાલમાં તેણે મહિન્દ્રની નવી થાર રૉક્સ ખરીદવાનું પસંદ કર્યું છે. તેણે કસ્ટમાઇઝ્ડ મહિન્દ્ર થાર રૉક્સ ખરીદી છે, જે કંપનીના ચીફ ડિઝાઇનર પ્રતીપ બોઝે ખાસ ડિઝાઇન કરી છે. આ ગાડીના એક્સ્ટીરિયર અને ઇન્ટીરિયર પર જગ્યા-જગ્યાએ ‘JA’ લખેલું છે. જૉને 4X4 વેરિઅન્ટ પસંદ કર્યું છે, જે ઑફ-રોડિંગ માટે ઉત્તમ છે. થાર રૉક્સની હાલની એક્સ-શોરૂમ કિંમત ૧૨.૯૯ લાખથી ૨૩.૦૯ લાખ રૂપિયા સુધી છે.
જૉનની નવી મહિન્દ્ર થાર રૉક્સના ઇન્ટીરિયરનો કલર ડાર્ક મોકા બ્રાઉન છે. લેફ્ટ AC વેન્ટની નીચે એક પ્લેટ છે જેમાં ‘Made For John Abraham’ લખેલું છે જે દર્શાવે છે કે આ ગાડી ખાસ જૉન માટે બનાવવામાં આવી છે. ફ્રન્ટ અને રિઅર હેડરેસ્ટ પર પણ પીળા રંગમાં ‘JA’ સિગ્નેચરનું સ્ટિચિંગ જોવા મળે છે. જૉનની થાર રૉક્સ ટૉપ મૉડલ AX7L છે જેમાં પાવર્ડ ડ્રાઇવર સીટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ૧૦.૨૫ ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ઍન્ડ્રૉઇડ ઑટો અને ઍપલ કારપ્લે, ૯ સ્પીકર સાથે હાર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, પૅનોરૅમિક સનરૂફ અને વાયરલેસ ચાર્જર જેવી સુવિધાઓ છે.

