ફાઇનલ સ્ટેજના ટેસ્ટિંગ પછી વૅલેન્ટાઇન્સ ડેથી જિયો અને ડિઝની હૉટસ્ટારને મર્જ કરવામાં આવશે
જિયો હૉટસ્ટાર
મુકેશ અંબાણીના જિયો ગ્રુપે સ્ટાર નેટવર્ક ટેકઓવર કરી લીધું અને અત્યારે બન્ને કંપનીના મર્જરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ મર્જરના ભાગરૂપે શુક્રવારથી એટલે કે ૧૪ ફેબ્રુઆરીથી જિયો સિનેમા અને ડિઝની હૉટસ્ટાર બન્ને ઓવર-ધ-ટૉપ એટલે કે OTT પ્લૅટફૉર્મ મર્જ થશે અને એનું નામ જિયો હૉટસ્ટાર થઈ જશે. અત્યારે એનું ટેસ્ટિંગ પણ ફાઇનલ સ્ટેજ પર છે.
OTT પ્લૅટફૉર્મના ફૅન્સને જલસો પડી જાય એવા સમાચાર એ છે કે અત્યારે ડિઝની હૉટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન લેવું પડે છે, પણ વૅલેન્ટાઇન્સ ડેથી શરૂ થતા જિયો હૉટસ્ટાર માટે કોઈ સબ્સ્ક્રિપ્શન લેવું નહીં પડે. જિયો સિનેમાની જેમ જિયો હૉટસ્ટાર પણ જિયો કસ્ટમર ટોટલી ફ્રી જોઈ શકશે.
ADVERTISEMENT
જિયો હૉટસ્ટાર સાથે હવે જિયો ગ્રુપ દેશનું સૌથી મોટું સ્થાનિક OTT પ્લૅટફૉર્મ બનશે અને કન્ટેન્ટ લાઇબ્રેરીમાં આંકડાની દૃષ્ટિએ નેટફ્લિક્સ અને ઍમૅઝૉનને પાછળ રાખી દેશે. જિયો હૉટસ્ટાર પર અઢી હજારથી વધુ ફિલ્મો, વેબ-સિરીઝ અને ડૉક્યુમેન્ટરી જોવા મળશે તો સાથોસાથ જિયો હૉટસ્ટાર પર દેશની ૪૦થી વધુ ટીવી-ચૅનલ પણ જોઈ શકાશે.

