આ શોમાં અનુષ્કાના રોલમાં જેનિફર દેખાશે, જે તેના ડૅડીની લૉ ફર્મમાં કામ કરે છે તો વિરાટની ભૂમિકામાં કરણ જોવા મળશે.
જેનિફર વિન્ગેટ અને કરણ વાહી
જેનિફર વિન્ગેટ અને કરણ વાહી તેમના આગામી શોમાં વકીલના રોલમાં દેખાવાનાં છે. ‘રાયસિંઘાની વર્સસ રાયસિંઘાની’ સોની લિવ પર ટૂંક સમયમાં શરૂ થવાનો છે. એની ઝલક શૅર કરવામાં આવી છે. આ શોમાં રીમ શેખ અને સંજય નાથ પણ જોવા મળશે. આ શોમાં અનુષ્કાના રોલમાં જેનિફર દેખાશે, જે તેના ડૅડીની લૉ ફર્મમાં કામ કરે છે તો વિરાટની ભૂમિકામાં કરણ જોવા મળશે. આ શોનું ટ્રેલર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જેનિફરે કૅપ્શન આપી હતી, ‘સોની લિવ ‘રાયસિંઘાની વર્સસ રાયસિંઘાની’ નામનો દમદાર શો લઈને આવશે જે કોર્ટરૂમ ડ્રામાને વિસ્તારપૂર્વક દેખાડશે. સાથે જ યંગ લૉ પ્રોફેશનલ્સની લાઇફ પર પણ પ્રકાશ પાડશે કે કઈ રીતે તેઓ અલગ વિચારધારા રાખે છે. મળો અનુષ્કાને જે તેજ, ચતુર, યંગ લૉયર છે જે તેના પિતાની ફર્મમાં પ્રશંસનીય કામ કરે છે. સાથે જ દરેક કેસમાં તે પોતાના આદર્શો સાથે અડીખમ ઊભી રહે છે. તો બીજી તરફ વિરાટ છે, જે સુશીલ અને આકર્ષક લૉયર છે. સાથે જ યંગ ઇન્ટર્ન અંકિતા પાંડે છે. ‘રાયસિંઘાની વર્સસ રાયસિંઘાની’ ત્રણ પ્રોફેશનલ્સની લાઇફને દેખાડશે અને સહેલી વસ્તુની સામે યોગ્ય વસ્તુની પસંદગી કરતાં દેખાડશે.’