શાહરુખ ખાનની ‘જવાન’ને ઘણી સત્ય ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી હતી.
શાહ રૂખ ખાન , જાવેદ જાફરી
જાવેદ જાફરીએ હાલમાં જ લોકોને વિનંતી કરી છે કે ઇલેક્શન પહેલાં શાહરુખ ખાનની ‘જવાન’ જુએ. શાહરુખ ખાનની ‘જવાન’ને ઘણી સત્ય ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં શાહરુખનો એક ડાયલૉગ છે, ‘અપની સરકાર ચુનતે વક્ત સવાલ પૂછના. ઘર, પૈસા, જાત કી જગહ જો આપસે વોટ માંગને આએ ઉસસે સવાલ પૂછો. અગર મેરી યે ડિમાન્ડ પૂરી કરોગે તો આઝાદી મિલેગી. આઝાદી ગરીબી સે, અન્યાય સે, કરપ્શન સે.’ આ વિડિયોને શૅર કરીને જાવેદ જાફરીએ સોશ્યલ મીડિયા ઍક્સ પર ટ્વીટ કર્યું કે ‘ભારત જેવા દેશમાં સિનેમાનો પ્રભાવ ખૂબ જ વધુ છે અને એને નજરઅંદાજ નહીં કરી શકાય. આ દૃશ્યને ફરી જોવાનો અને એના મહત્ત્વને જાણવાનો સમય આવી ગયો છે.’

