પઠાણના ગીતમાં દીપિકા પાદુકોણના પહેરવેશને લઈને જબરજસ્ત વિવાદ ખડો થયો હતો, જેના પછી કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બૉર્ડ (CBFC)એ ફિલ્મ નિર્માતાઓને `બેશર્મ રંગ` ગીતના દ્રશ્યોમાં ફેરફાર કરવા માટે કહ્યું હતું.
Pathaan
જાવેદ અખ્તરની ફાઈલ તસવીર
શાહરુખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) મોસ્ટ અવેઈટેડ ફિલ્મ `પઠાણ` (Pathaan)નું ટ્રેલર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. તો થોડીકવાર પહેલા રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરે વ્યૂઝના બધા રેકૉર્ડ્સ તોડી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં પઠાણના ગીત `બેશર્મ રંગ`ને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ગીતમાં દીપિકા પાદુકોણના પહેરવેશને લઈને જબરજસ્ત વિવાદ ખડો થયો હતો, જેના પછી કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બૉર્ડ (CBFC)એ ફિલ્મ નિર્માતાઓને `બેશર્મ રંગ` ગીતના દ્રશ્યોમાં ફેરફાર કરવા માટે કહ્યું હતું.
જાવેદ અખ્તર (Javed Akhtar)એ `પઠાણ`નું ટ્રેલર જાહેર થવાના એક દિવસ પહેલા નિવેદન આપ્યું કે ફિલ્મ નિર્માતાઓને સેન્સર બૉર્ડમાં `વિશ્વાસ` મૂકવાની જરૂર છે, જેની પાસે એ નક્કી કરવાનો અધિકાર છે કે ફિલ્મનું અંતિમ રૂપ શું હશે.
ADVERTISEMENT
`ગીત યોગ્ય કે અયોગ્ય, હું નિર્ણય ન લઈ શકું`
જાવેદ અખ્તરે કહ્યું, "હું આ નિર્ણય નહીં લઈ શકું કે ગીત યોગ્ય છે કે અયોગ્ય. આ માટે આપણી પાસે એક એજન્સી છે. સરકાર અને સમાજના કેટલાક લોકો છે, જે ફિલ્મ જુએ છે અને નક્કી કરે છે કે શું બતાવવું જોઈએ અને શું નહીં. મને લાગે છે કે આપણે તેમના દ્વારા ફિલ્મને આપવામાં આવતા પ્રમાણ પત્ર, ખસેડવામાં આવેલા દ્રશ્યો અને અંતિમ નિર્ણય પર વિશ્વાસ મૂકવો જોઈએ." ચર્ચા પ્રમાણે સીબીએફસીએ ફિલ્મ નિર્માણ કંપની `યશ રાજ ફિલ્મ્સ`ને `બેશર્મ રંગ` ગીતના દ્રશ્યમાં ફેરફાર કરવા અને ભારતીય સીક્રેટ એજન્સી `રૉ` અને વડાપ્રધાન ઑફિસના બધા ઉલ્લેખોને ફિલ્મમાંથી ખસેડવાની સલાહ આપી છે. ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
ભગવા રંગના કપડાં પહેરવાને લઈને થયો હતો વિવાદ
નોંધનીય છે કે `બેશર્મ રંગ`માં અભિનેત્રી દીપિકા પાદુકોણની ભગવા બિકીની થકી લોકોએ નારાજગી વ્યક્ત કરી અને આને ધાર્મિક ભાવનાઓને કહેવાતી રીતે ઠેસ પહોંચાડનારા જણાવ્યા બાદથી જ ફિલ્મને લઈને વિવાદ ચગ્યો છે. વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ગયા અઠવાડિયે જ અમદાવાદના વસ્ત્રપુર વિસ્તારમાં સ્થિત એક મૉલમાં હોબાળો કર્યો હતો અને ફિલ્મ `પઠાણ`ના પોસ્ટર પણ ફાડી દીધા હતા. ફિલ્મ વિરુદ્ધ કેટલાક અસામાજિક તત્વોના આ પ્રકારના વિરોધ પર કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અખ્તરે કહ્યું કે અમાસાજિત તત્વ નહીં પણ નેતા હતા જેમણે ગીત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
`દરેક ધર્મનું પોતાનું સેન્સર બૉર્ડ હોવું જોઈએ`
જાવેદ અખ્તરે કહ્યું કે, "કોઈ અસામાજિક તત્વ નથી, મંત્રી એવી વાતો કરી રહ્યા છે. અસામાજિક તત્વો વિશે ભૂલી જાઓ. મધ્ય પ્રદેશના ગૃહ મંત્રીએ આ કહ્યું છે." જણાવવાનું કે, મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ગીતમાં દીપિકા પાદુકોણના એક દ્રશ્યને ગયા મહિને વાંધાજનક જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર આ વાત પર વિચાર કરશે કે ફિલ્મના પ્રદર્શનની પરવાનગી આપવામાં આવે કે નહીં.
આ પણ વાંચો : Pathaan Trailer:શાહરુખનો વનવાસ પૂર્ણ...એક્શન,થ્રિલ અને સસ્પેન્સનો ટ્રીપલ ડોઝ
આ વિશે વાત કરતા જાવેદ અખ્તરે કહ્યું, "જો તે (મંત્રી) વિચારે છે કે મધ્ય પ્રદેશ માટે એક અલગ સેન્સર બૉર્ડ હોવું જોઈએ, તો તેમને અલગથી ફિલ્મ જોવી જોઈએ. જો તે કેન્દ્રના ફિલ્મ પ્રમાણનથી નાખુશ છે, તો આપણે તેના પર કંઈ બોલવું જોઈએ નહીં. આ તેમની અને કેન્દ્ર વચ્ચેની વાત છે." તો તાજેતરમાં જ બનાવવામાં આવેલા `ધર્મ સેન્સર બૉર્ડ` વિશે પૂછવા પર લેખકે કહ્યું કે દરેક ધર્મનું પોતાનું સેન્સર બૉર્ડ હોવું જોઈએ.