કંગના રનોટ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો જાવેદ અખ્તરે
જાવેદ અખ્તર
હૃતિક રોશન સાથેના વિવાદમાં કંગના રનોટે જાવેદ અખ્તરનું નામ વચ્ચે લાવી તેમના પણ ઘણા આરોપ લગાવ્યા હોવાથી તેમણે તેની વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. જાવેદ અખ્તર આ કેસને કોર્ટમાં લડવા માટે તૈયાર છે અને તેઓ કોઈ પણ પ્રકારનું કોર્ટની બહાર સેટલમેન્ટ કરવા માટે તૈયાર નથી. કંગનાએ એવો આરોપ મૂક્યો હતો કે જાવેદ અખ્તરે તેને ઘરે બોલાવીને ચંપલ દેખાડી ધમકાવી હતી કે જો તે હૃતિક વિરુદ્ધ જાહેરમાં બોલશે તો તેનું ખરાબ પરિણામ આવશે. અગાઉ મુંબઈની કોર્ટ દ્વારા પોલીસને કંગનાની બહેન રંગોલી વિરુદ્ધ તપાસ કરવાનો
આદેશ આપ્યો હતો, કારણ કે તે એક કમ્યુનિટીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી રહી હતી. ત્યાર બાદ હવે કંગના પણ આ ચપેટમાં આવી ગઈ છે. કંગનાએ હૃતિકની સાથે આદિત્ય પંચોલી, કરણ જોહર અને ઘણાં મીડિયા હાઉસ પર પણ આરોપ લગાવ્યા હતા. જોકે હવે જાવેદ અખ્તર કંગનાને પાઠ ભણાવવા માગતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તેઓ સેટલમેન્ટના મૂડમાં નથી.

