જૅસ્મિન ભસીનને હાલમાં જ ફ્લાઇટમાં લાઇફનો સૌથી ખરાબ અનુભવ થયો છે. તે મુંબઈથી જમ્મુ ફ્લાઇટમાં વેકેશન માટે જઈ રહી હતી.
જૅસ્મિન ભસીન
જૅસ્મિન ભસીનને હાલમાં જ ફ્લાઇટમાં લાઇફનો સૌથી ખરાબ અનુભવ થયો છે. તે મુંબઈથી જમ્મુ ફ્લાઇટમાં વેકેશન માટે જઈ રહી હતી. આ માટે તેણે ઇન્ડિગોની ફ્લાઇટ પસંદ કરી હતી. ઇન્ડિગોના મૅનેજમેન્ટને તેણે ખૂબ જ ખરાબ કહ્યું છે. જૅસ્મિને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શૅર કરી છે જેમાં તેણે પોતાનો સેલ્ફી શૅર કર્યો છે. આ સેલ્ફીમાં તે ફ્લાઇટમાં જોવા મળી રહી છે. આ ફોટો પર તેણે કૅપ્શન આપી હતી કે ‘જમ્મુની જગ્યાએ દિલ્હી પહોંચી ગયા. આ માટે ઇન્ડિગોનો આભાર. મારી લાઇફની આ સૌથી ખરાબ ફ્લાઇટ હતી. હું મુંબઈથી બેઠી હતી અને દસ કલાક સુધી ફ્લાઇટમાં જ હતી અને ફરી મુંબઈમાં જ લૅન્ડ કર્યું. દસ કલાકમાં હું ક્યાંય ન પહોંચી. કૅબિન ક્રૂ સારું હતું અને તેમણે તેમનાથી બનતા તમામ પ્રયત્ન કર્યા, પરંતુ ઇન્ડિગોનું સિનિયર મૅનેજમેન્ટ અને ઍડ્મિનિસ્ટ્રેશન ખૂબ જ ગંદું છે. ઇન્ડિગોની સર્વિસ ખૂબ જ શરમજનક છે. મુંબઈ ઍરપોર્ટ પર ઇન્ડિગોનો મૅનેજર જે રીતે લોકો સાથે વાત કરી રહ્યો હતો એ ખૂબ જ શરમજનક હતું. અસિસ્ટન્ટ સ્ટાફ દ્વારા ઢગલાબંધ ફોન કૉલ કર્યા બાદ તે આવ્યો હતો. આ સ્ટાફને આ સિચુએશનને કેવી રીતે હૅન્ડલ કરવી એની જાણ નહોતી.’