આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૧૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે
જુનિયર એનટીઆર અને એસ એસ. રાજામૌલિ
જુનિયર એનટીઆરનું કહેવું છે કે ‘RRR’ને જેટલો પ્રેમ ભારતના દર્શકોએ આપવો જોઈતો હતો એના કરતાં વધુ પ્રેમ જપાને આપ્યો છે. આ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને ગોલ્ડન ગ્લોબનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ મળ્યો છે. આ ફિલ્મને એમ. એમ. કિરાવાનીએ મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૧૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં રામચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળ્યા હતા. ‘RRR’ને લઈને જુનિયર એનટીઆરે કહ્યું કે ‘અમે અહીં લોકોનાં રીઍક્શન જોવા આવ્યા હતા. હું જપાનમાં હતો. મેં લોકોને થિયેટર્સમાંથી બહાર રડતા આવતા જોયા હતા. મને એવો અહેસાસ થયો કે ‘RRR’ને ભારતના દર્શકોએ જેટલો પ્રેમ આપવો જોઈતો હતો એના કરતાં વધુ પ્રેમ જપાને દેખાડ્યો છે. ત્યાર બાદ અમને એવું લાગ્યું કે સોશ્યલ મીડિયામાં ભારતીય લોકો આ ફિલ્મનું પ્રમોશન કરતા હશે. અમને એવું લાગતું હતું કે કદાચ અમારા ફ્રેન્ડ્સ આ ફિલ્મ જોવા જતા હશે. કદાચ એકાદ-બે આ ફિલ્મ જોવા જશે, પરંતુ દિવસે-દિવસે આ સંખ્યા વધતી ગઈ.’