શ્રીદેવીના જન્મદિવસે જાહ્નવી કપૂરે શૅર કરી પોસ્ટ, કહ્યું I love You
(Image Courtesy:Jahnvi Kapoor Instagram)
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવી ભલે હાલ દુનિયામાં ન હોય, પરંતુ તે પોતાન ફેન્સના દિલમાં હંમેશા જીવતી રહેશે. આજે એટલે કે 13 ઓગસ્ટે શ્રીદેવીનો જન્મદિવસ છે, ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા સેલિબ્રિટીઝ તેમને યાદ કરીને લખી રહ્યા છે. જો કે શ્રીદેવી અંગે સૌથી ખાસ વીશ તેમની પુત્રી જાહ્નવી કપૂરે કરી છે.
શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શ્રીદેવીની સુંદર તસવીર શૅર કરી છે. તેની સાથે જ શ્રીદેવી માટે મેસેજ પણ લખ્યો છે. જાહ્નવી કપૂરે લખ્યું છે કે,'હેપ્પી બર્થ ડે મમ્મા, આઈ લવ યુ.' ગત વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીનું નિધન થયું હતું. દુબઈમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવી મૃત્યુ પામ્યા હતા, જે બાદ દેશભરમાં તેમના ફેન્સ શોકમગ્ન બન્યા હતા.
ADVERTISEMENT
શ્રીદેવીના જન્મદિવસે તેમને યાદ કરતા અભિનેતા અનિલ કપૂરની પત્ની સુનીતાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરી છે. જેમાં તેમણે શ્રીદેવી સાથેનો ફોટો શૅર કરતા લખ્યું છે કે,'યાદો હંમેશા ખાસ હોય છે. ક્યારેક આપણે હસીએ છીએ એ સમયને યાદ કરીને જ્યારે આપમે રડ્યા હતા, ક્યારેક રડીએ છીએ એ દિવસોને યાદ કરીને જ્યારે હસ્યા હતા. આ લાઈફ છે. હેપ્પી બર્થડે શ્રી, મિસ યુ.'
જાહ્વવી કપૂરે મે મહિનામાં મધર્સ ડેના દિવસે પણ શ્રીદેવીના સુંદર ફોટો સાથે પોસ્ટ શૅર કરી હતી. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ શ્રીદેવીનું નિધન થયું હતું. જ્યારે શ્રી દેવીએ સિલ્વર સ્ક્રીન પર ડેબ્યુ કર્યો હતો ત્યારે તે માત્ર 4 વર્ષના જ હતા. આ ફિલ્મ 1969માં રિલીઝ થયેલી ફિલ્મ Thirumugham’s Thunaivan હતી. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીનું સાચું નામ શ્રી અમ્મા યંગર અય્યપ્પન છે, પરંતુ ફિલ્મોમાં તેમનું નામ બદલીને શ્રીદેવી રાખવામાં આવ્યું હતું.