તેની મમ્મીએ તેના હાથેથી લખેલી નોટ્સ મોકલી હતી
જાહ્નવી કપૂર અને તેને કરાવેલું ટૅટૂ
જાહ્નવી કપૂરે તેની મમ્મી શ્રીદેવીના વહાલભર્યા શબ્દોનું ટૅટૂ પોતાના હાથ પર બનાવ્યું છે. તેની મમ્મીએ તેના હાથેથી લખેલી નોટ્સ મોકલી હતી. એમાં લખ્યું હતું ‘આઇ લવ યુ માય લબ્બુ. તું આ દુનિયાની સૌથી બેસ્ટ દીકરી છે.’ આ નોટને શ્રીદેવીની ડેથ-ઍનિવર્સરી નિમિત્તે જાહ્નવીએ શૅર કરી હતી. આ નોટમાં લખેલા વાક્ય ‘આઇ લવ યુ માય લબ્બુ’નું તેણે પોતાના હાથ પર ટૅટૂ બનાવીને હંમેશાં માટે પોતાની મમ્મીની યાદને આજીવન સાથે રાખવાનું નક્કી કરી લીધું છે. આ ટૅટૂનો ફોટો જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.