આ લંચ ડેટનો ફોટો જાહ્નવીએ શૅર કર્યો છે
જાહ્નવી અને નિસા સાથે લંચ ડેટ પર બે અન્ય યુવાન
જાહ્નવી કપૂર અને નિસા દેવગન સાથે લંચ ડેટ પર ઍમ્સ્ટરડૅમમાં બે અજાણ્યા યુવાનો પણ દેખાયા હતા. આ બે કોણ છે એની ચોક્કસ માહિતી નથી મળી. આ લંચ ડેટનો ફોટો જાહ્નવીએ શૅર કર્યો છે. એ ફોટોમાં જાહ્નવીની બાજુમાં રેડ ટી-શર્ટમાં બેઠેલો યુવક અનેક વખત તેની સાથે દેખાયો છે. બૉલીવુડમાં પણ તેના અનેક ફ્રેન્ડ્સ છે. નિસાની બાજુમાં પર્પલ ટી-શર્ટમાં બેઠેલો યુવક તેનો ફ્રેન્ડ છે એવું કહેવામાં આવે છે. જોકે તેમની ફ્રેન્ડશિપ કેટલી નજીકની છે એ તો જાણવા નથી મળ્યું. જોકે તેઓ ફ્રેન્ડ્સ કરતાં વધુ હોય એવી અટકળો ચાલી રહી છે.