Jagdish Singh Patani Duped: આરોપીઓએ જગદીશ પટણી પાસેથી કુલ 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. તેમાંથી 5 લાખ રૂપિયા રોકડા લેવામાં આવ્યા હતા
પિતા સાથે દિશા પટણી
જાણીતી એક્ટ્રેસ દિશા પટણીના પિતા અને નિવૃત્ત ડીએસપી જગદીશ પટણી સાથે છેતરપિંડી (Jagdish Singh Patani Duped) થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ મામલે પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હોવાની માહિતી છે. એવું કહેવાય છે કે આ પાંચ લોકોએ મળીને જગદીશ સિંહ પટણીને ઠગ્યા છે. ઉચ્ચ હોદ્દો આપીશું અને કમિશનમાં અધ્યક્ષ તેમ જ ઉપાધ્યક્ષના પદે બેસાડીશું એમ કહીને 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
કઈ રીતે કોણીએ ગોળ ચોંટાડીને ઠગવામાં આવ્યા જગદીશ સિંહ પટણીને?
ADVERTISEMENT
Jagdish Singh Patani Duped: વાત એમ છે કે જગદીશ સિંહ પટણી શિવેન્દ્ર પ્રતાપ સિંહ નામના વ્યક્તિને ઓળખતા હતા. આ શિવેન્દ્રએ તેમને જુના અખાડાના દિવાકર ગર્ગ અને આચાર્ય જયપ્રકાશ સાથે મુલાકાત પણ કરાવી હતી. આ લોકોએ પોતે ઊંડો રાજકીય સંબંધ ધરાવતા હોવાની વાત જગદીશ સિંહને કરી હતી. તેથી તેઓએ આ લોકો પર વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ પદ આપવામાં આવશે એમ કહીને જગદીશ પટણીને બરાબર કોણીએ ગોળ ચોંટાડીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આ આરોપીઓએ જગદીશ પટણી પાસેથી કુલ 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. તેમાંથી 5 લાખ રૂપિયા રોકડા લેવામાં આવ્યા હતા અને 20 લાખ રૂપિયા ત્રણ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
પૈસા પાછા આપવાનું વચન પણ આપ્યું હતું ઠગોએ
જગદીશ પટણી (Jagdish Singh Patani Duped)એ આરોપ લગાવતા કહ્યું હતું કે આ લોકોએ ત્રણ મહિનામાં કામ નહીં થાય તો પૈસા વ્યાજ સાથે પાછા આપી દેવાનું વચન આપ્યું હતું પરંતુ જ્યારે તેમણે આ લોકો પાસેથી તેમના પૈસા પાછા માંગ્યા ત્યારે માફિયાઓએ તેઓને ધમકીઓ આપવાનું શરૂ કર્યું અને તેઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. જ્યારે પટણીને ખ્યાલ આવ્યો કે પોતાની સાથે મોટી છેતરપિંડીની થઈ છે ત્યારે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવી છે અને અત્યારે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. કોતવાલી પોલીસ સ્ટેશન ઓફિસર ડીકે શર્માના જણાવ્યા અનુસાર શિવેન્દ્ર પ્રતાપ સિંહ, દિવાકર ગર્ગ તેમજ આચાર્ય જયપ્રકાશ, પ્રીતિ ગર્ગ ઉપરાંત એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત ઈરાદા અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જગદીશ પટણીએ ફરિયાદ નોંધાવી
પટણી (Jagdish Singh Patani Duped)એ પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધવતા જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો આરોપીએ તેઓને એક વ્યક્તિની ભેટ કરવી હતી. જેણે પોતાને સરકારી ખાતામાં વિશેષ દરજ્જાના અધિકારી તરીકે ઓળખાવ્યો હતો. ત્યારબાદ તેઓએ તેનું નામ હિમાંશુ તરીકે બતાવ્યું હતું. આ પાંચ લોકોએ મળીને જગદીશસિંહ પટણીએ છેતર્યા હતા.