અક્ષયકુમારની સાથે આ ફિલ્મના અન્ય સદસ્યોને કોરોનાનું સંક્રમણ લાગતાં શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે.
જૅકલિન ફર્નાન્ડિસ
જૅકલિન ફર્નાન્ડિસ ઍક્શન-થ્રિલર ‘દિયા’માં જોવા મળવાની છે. આ ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે. ફિલ્મનું શૂટિંગ લંડનમાં જૂનમાં શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. જોકે દેશ અને દુનિયામાં કોવિડની સ્થિતિ કેવી છે એ મુજબ શૂટિંગ નક્કી કરવામાં આવશે. હાલમાં તો ફિલ્મની તૈયારી કરવામાં આવી છે. આ ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘દિયા’ આપવામાં આવ્યું છે. જૅકલિન હાલમાં ‘રામ સેતુ’ના શૂટિંગમા બિઝી છે. જોકે અક્ષયકુમારની સાથે આ ફિલ્મના અન્ય સદસ્યોને કોરોનાનું સંક્રમણ લાગતાં શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે.