બૉલીવુડમાં તેને આપવામાં આવેલી સલાહ વિશે જૅકલિને કહ્યું કે...
જૅકલિન ફર્નાન્ડિસ
જૅકલિન ફર્નાન્ડિસને એક સમયે તેના નાકની સર્જરી કરાવવા માટેની સલાહ આપવામાં આવી હતી. જૅકલિન હાલમાં જ ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં જોવા મળી હતી. મની લૉન્ડરિંગ કેસમાં સંડોવાયેલા સુકેશ ચંદ્રશેખર સાથે રિલેશનશિપમાં હોવાની વાત બહાર આવી ત્યારથી તે જાહેરમાં ખૂબ જ ઓછી દેખાઈ છે. બૉલીવુડમાં તેને આપવામાં આવેલી સલાહ વિશે જૅકલિન કહે છે, ‘મને નાકની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. એ ખૂબ જ ખતરનાક સલાહ હતી. મને મારું નાક ખૂબ જ પસંદ છે એથી મેં એ સલાહ નહોતી માની. મેં એક ઍક્ટરને કહ્યું હતું કે મારે બરાબર હિન્દી બોલતાં શીખવું પડશે, પરંતુ તેણે મને ફક્ત સારા દેખાવા માટે કહ્યું હતું. કોઈ પણ નવા ઍક્ટર માટે આ ખૂબ જ ખોટી સલાહ હતી. આ સાથે જ મને મારી ઉંમરને છુપાવવાની સલાહ પણ આપવામાં આવી હતી. મને એવું કહેવામાં આવ્યું હતું કે ૩૦ વર્ષ બાદ હિરોઇન્સને ફિલ્મોની ઑફર નથી મળતી.’