રામ સેતુમાં અક્ષયકુમાર સાથે જોવા મળશે જૅકલિન અને નુશરત?
અક્ષયકુમાર
અક્ષયકુમારની ‘રામ સેતુ’માં જૅકલિન ફર્નાન્ડિસ અને નુશરત ભરૂચા જોવા મળે એવી શક્યતા છે. લૉકડાઉન હટ્યા બાદ અક્ષયકુમારે કેટલીક ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. તેણે ‘બેલ બૉટમ’, ‘અતરંગી રે’ અને ‘બચ્ચન પાન્ડે’નું શૂટિંગ શરૂ કર્યું હતું. સાથે જ તે ‘રક્ષા બંધન’ અને ‘પૃથ્વીરાજ’માં પણ જોવા મળશે. આ સિવાય તેના માટે તો ‘રામ સેતુ’ પણ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ૨૦૨૨ની દિવાળી દરમ્યાન ‘રામ સેતુ’ રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ શરૂ કરવામાં આવશે. એથી ફિલ્મની લીડ ઍક્ટ્રેસિસ તરીકે જૅકલિન અને નુશરતનાં નામોની ચર્ચા ચાલી રહી છે. જોકે હજી સુધી ચોક્કસ જાહેરાત નથી કરવામાં આવી. જો આ ફિલ્મમાં નુશરત ફાઇનલ કરવામાં આવે તો અક્ષયકુમાર સાથે તેની આ પહેલી ફિલ્મ રહેશે.

