એ યૉટ ૨૦૨૧માં જૅકલિને પસંદ કરી હતી. એ યૉટ પર ‘લેડી જૅકલિન’ લખ્યું છે.
સુકેશ ચન્દ્રશેખર
જૅકલિન ફર્નાન્ડિસ ગઈ કાલે ૩૯ વર્ષની થઈ છે. બર્થ-ડે નિમિત્તે જેલમાં બંધ સુકેશ ચન્દ્રશેખરે તેને યૉટ ગિફ્ટ કરી છે. એ યૉટ ૨૦૨૧માં જૅકલિને પસંદ કરી હતી. એ યૉટ પર ‘લેડી જૅકલિન’ લખ્યું છે. સુકેશે અગાઉ તેને ઢગલાબંધ કીમતી ભેટ-સોગાદ આપી છે. યૉટ વિશે સુકેશે માહિતી આપી હતી કે એનો ટૅક્સ ભરી દેવાયો છે અને ટૂંક સમયમાં એની ડિલિવરી થઈ જશે. જૅકલિનનો બર્થ-ડે હોવાથી સુકેશે વાયનાડની આફતમાં સર્વસ્વ ગુમાવી ચૂકેલા પીડિતોને ઘર મળે એ માટે ૧૫ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જૅકલિન પશુઓના કલ્યાણ માટે પણ કામ કરે છે એથી સુકેશ પશુઓ માટે બૅન્ગલોરમાં હૉસ્પિટલ બંધાવી રહ્યો છે, જેનું કામ આ વર્ષે પૂરું થઈ જશે એવું તેણે જણાવ્યું છે. સાથે જ જૅકલિનનું ગીત ‘યિમ્મી યિમ્મી’ સુપરહિટ થતાં તેના ૧૦૦ ફૅન્સને આઇફોન 15pro આપવાની જાહેરાત કરી છે. સુકેશ ચન્દ્રશેખર પર છેતરપિંડીના અનેક કેસ નોંધાયેલા છે. તે હાલમાં દિલ્હીની જેલમાં બંધ છે. ૨૦૦ કરોડના મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે જૅકલિનની પણ પૂછપરછ કરી હતી.

