વૃક્ષોની જેમ જૅકીને પ્રાણીઓ પ્રત્યે પણ એટલો જ પ્રેમ છે
ગૌશાળામાં જૅકી શ્રોફ
જૅકી શ્રોફનો પ્રકૃતિપ્રેમ જાણીતો છે. ગમે એવી હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં પણ જગ્ગુદાદા હાથમાં છોડ લઈને પહોંચી જાય છે અને વૃક્ષારોપણનો સંદેશ આપતા રહે છે. શૂટિંગ ન હોય ત્યારે મોટા ભાગે પુણે પાસેના પોતાના ફાર્મહાઉસમાં રહેતો જૅકી ત્યાં પણ ગાર્ડનિંગમાં સમય પસાર કરે છે. વૃક્ષોની જેમ જૅકીને પ્રાણીઓ પ્રત્યે પણ એટલો જ પ્રેમ છે જેનું ઉદાહરણ તેણે હમણાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કરીને પૂરું પાડ્યું છે. આ વિડિયોમાં જૅકી કોઈક ગૌશાળામાં દેખાય છે અને ત્યાં ગાયોના માથે પ્રેમથી હાથ ફેરવતો અને એમને ખવડાવતો જોવા મળે છે.