મને લાગે છે કે મારો આ રોલ જોઈ કેટલાય સીનમાં દર્શકો એની સાથે પોતાને જોડી શકશે. આ એક સુંદર રોમૅન્ટિક ફિલ્મ છે. આશા છે કે જે રીતે અમે ફિલ્મ બનાવવાનું એન્જૉય કર્યું એ રીતે જ દર્શકો પણ એને એન્જૉય કરશે.’
‘અતિથિ ભૂતો ભવ’માં ઘોસ્ટ બનીને એક્સાઇટેડ છે જૅકી શ્રોફ
પ્રતીક ગાંધી અને શર્મિન સેગલની ‘અતિથિ ભૂતો ભવ’માં ઘોસ્ટનો રોલ ભજવીને જૅકી શ્રોફ ઉત્સાહિત છે. આ ફિલ્મ ZEE 5 પર ૨૩ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મને હાર્દિક ગજ્જરે ડિરેક્ટ કરી છે. પોતાના રોલ વિશે જૅકી શ્રોફે કહ્યું કે ‘ઘોસ્ટનો રોલ ભજવવાથી હું એક્સાઇટેડ છું. મને લાગે છે કે મારો આ રોલ જોઈ કેટલાય સીનમાં દર્શકો એની સાથે પોતાને જોડી શકશે. આ એક સુંદર રોમૅન્ટિક ફિલ્મ છે. આશા છે કે જે રીતે અમે ફિલ્મ બનાવવાનું એન્જૉય કર્યું એ રીતે જ દર્શકો પણ એને એન્જૉય કરશે.’
પ્રતીક ગાંધીએ કહ્યું કે ‘હું સ્ક્રિપ્ટ તરફ આકર્ષિત થયો હતો, કારણ કે એની સ્ટોરી હટકે છે. વર્તમાનમાં થ્રિલર્સ અને મિસ્ટરીઝ વધારે જોવા મળે છે. ‘અતિથિ ભૂતો ભવ’ એક હળવીફૂલ રોમૅન્ટિક-મ્યુઝિકલ ફિલ્મ છે જે લોકોને કનેક્ટ કરશે અને તેમને પ્રેમમાં વિશ્વાસ અપાવશે.’