સલમાન ખાનને મળવા માટે સમીરે સાઇકલને 1100 કિલોમીટર સુધી ચલાવી અને મુંબઈ સુધીનો પ્રવાસ ખેડ્યો. કહેવામાં આવી રહ્યું છે કે સમીર બાળપણથી જ સલમાન ખાનનો ખૂબ જ મોટો ફેન રહ્યો છે.
સલમાન ખાન (ફાઈલ તસવીર)
જબલપુરનો (Jabalpur) રહેવાસી સમીર સલમાન ખાનનો (Salman Khan) ખૂબ જ મોટો ચાહક છે. તેને સલમાનને (Salman Khan) મળવાનો એટલો ઉત્સાહ હતો કે તે સલમાનના જન્મદિવસે તેને મળવા માટે જબલપુરથી (Jabalpur) સાઈકલ પર જ મુંબઈ મળવા પહોંચી આવ્યો હતો. તેણે જબલપુરથી મુંબઈ સુધીનો પ્રવાસ સાઈકલથી લગભગ સાત દિવસમાં પૂરો કર્યો છે. સલમાન ખાનને મળવા માટે સમીરે સાઇકલને 1100 કિલોમીટર સુધી ચલાવી અને મુંબઈ સુધીનો પ્રવાસ ખેડ્યો. કહેવામાં આવી રહ્યું છે કે સમીર બાળપણથી જ સલમાન ખાનનો ખૂબ જ મોટો ફેન રહ્યો છે.
લાંબો પ્રવાસ ખેડીને સલમાનને મળવા પહોંચ્યો સમીર
સમીર તેને બાળપણથી પોતાનો સ્ટાર માને છે. અભિનેતા સલમાન ખાનનો જન્મદિવસ 27 ડિસેમ્બરના રોજ હતો તે ભાઈજાનને મળવા માટે કડકડતી ઠંડીમાં સાઈકલ ચલાવીને પહોંચ્યો હતો. જબલપુરથી સલમાનને મળવા પહોંચેલ સમીર ડિસેમ્બરમાં મુંબઈ પહોંચ્યો અને બાન્દ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર તેની રાહ જોઈ. અપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડે આ માહિતી સલમાન ખાન સુધી પહોંચાડી અને રાતે લગભગ ત્રણ વાગ્યે સલમાન ખાન પોતાના ફેનને મળવા તેની પાસે આવ્યો. સમીર અનેક વર્ષોથી સલમાન ખાનને મળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : હાય...હાય! Salman Khanના બર્થડે પર ફેન્સને માર, ઘરની બહાર પોલીસે કર્યો લાઠીચાર્જ
સલમાન ખાને કર્યું સમીરનું આતિથ્ય
દરવર્ષે 27 ડિસેમ્બરના સલમાન ખાનના જન્મદિવસના અવસરે તેને મળવાની આશા લઈને મુંબઈ પહોંચતો હતો, પણ સલમાન ખાન સાથે તેની મુલાકાત ક્યારેય થઈ શકી નહોતી. પણ આ વર્ષે સમીરની આ ઈચ્છા પૂરી થઈ ગઈ અને તે સલમાન ખાનને મળ્યો હતો અને સલમાન ખાને તેને ભોજન પણ કરાવ્યું. સમીરે જણાવ્યું સલમાન ખાન જ્યારે તેને મળ્યો તો સમીરની તબિયત પૂછી અને એ પણ પૂછ્યું કે રસ્તામાં કોઈપણ પ્રકારની તકલીફ નથી થઈ ને!! સલમાન ખાને પોતાના બંગલામાં લઈ જઈને તેની આગતા-સ્વાગતા કરી અને તેને જમાડીને વળાવ્યો.