ભાઈજાનની ગર્લફ્રેન્ડ અને ઍક્ટ્રેસ-સિન્ગર યુલિયા વૅન્ટુરે કહ્યું કે મને તેનો બહુ ઇમોશનલ સપોર્ટ મળ્યો છે. સલમાન ખાનની ગર્લફ્રેન્ડ અને ઍક્ટ્રેસ-સિન્ગર યુલિયા વૅન્ટુરે હાલમાં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં ‘લગ જા ગલે’ ગીત ગાયું છે.
યુલિયા વૅન્ટુર અને સલમાન ખાન
સલમાન ખાનની ગર્લફ્રેન્ડ અને ઍક્ટ્રેસ-સિન્ગર યુલિયા વૅન્ટુરે હાલમાં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં ‘લગ જા ગલે’ ગીત ગાયું છે. આ ગીતને મિક્સ પ્રતિભાવ મળી રહ્યો છે ત્યારે એક ઇન્ટરવ્યુમાં યુલિયાએ સ્વીકાર્યું છે કે તેને સલમાન પાસેથી બહુ ઇમોશનલ સપોર્ટ મળ્યો છે. યુલિયાએ કહ્યું કે એવો પણ સમય હતો જ્યારે તેને પોતાના પર વિશ્વાસ નહોતો, પણ આ સમયે સલમાને તેને આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું હતું.
આ ઇન્ટરવ્યુમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં યુલિયાએ કહ્યું કે ‘દરેક વ્યક્તિ માટે ઇમોશનલ સપોર્ટ બહુ જરૂરી હોય છે. સલમાન એવી વ્યક્તિ હતી જેને મારાં વૉઇસ અને ટૅલન્ટમાં વિશ્વાસ હતો. મને મારી જાત પર શંકા હતી ત્યારે તેણે મને બહુ પ્રોત્સાહન આપ્યું. એવા પણ પ્રસંગો બન્યા જ્યારે મને પૉઝિટિવ ફીડબૅક નહોતો મળ્યો, પણ હું સમજી શકું છું.’
યુલિયા વૅન્ટુરની ગણતરી સલમાનની નજીકની વ્યક્તિઓમાં થાય છે. તે ઘણી વખત ખાન પરિવાર સાથે જોવા મળે છે. સલમાન અને યુલિયા લગ્ન કરવાનાં છે એવી પણ ચર્ચા હતી. જોકે આ મુદ્દે બન્નેમાંથી કોઈએ સ્પષ્ટતા નથી કરી.

