નવાઝુદ્દીન સિદ્દીકીની ઍડ પર થયેલા વિવાદ બાદ કંપનીએ માફી માગી લીધી છે
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીની ઍડ પર થયેલા વિવાદ બાદ કંપનીએ માફી માગી લીધી છે. તેનું કહેવું છે કે એક વાત સારી છે કે કોઈ પણ વ્યક્તિ કે સમુદાયની લાગણીને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવે. એક સૉફ્ટ ડ્રિન્કની બંગાળીમાં ડબ કરવામાં આવેલી ઍડ મૂળ તો હિન્દીમાં બનાવવામાં આવી છે. એમાં નવાઝુદ્દીન સિદ્દીકી હતો. જોકે એમાં તેનો કોઈ ડાયલૉગ નહોતો. કંપનીએ માફી માગી એ વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘એણે માફી માગી લીધી. એનાથી વધારે હું શું કહું? કોઈ વ્યક્તિ કે સમાજની લાગણીને હાનિ ન પહોંચે એ વાતનું ધ્યાન રાખવું ખરેખર સારી બાબત છે. એ તો ડબ હતી. મારા ડાયલૉગ નહોતા. મેકર્સે એને લઈને માફી માગી લીધી એને હું સકારાત્મક રીતે જોઉં છું. ખરું કહું તો કોઈને ઠેસ ન લાગવી જોઈએ.’