નુસરત ભરૂચાની ફિલ્મ ‘અકેલી’ રિલીઝ થવાની છે. એમાં તેને અન્ય કલાકારો સાથે સેટ પર કામ કરવાની પણ મજા આવી હતી. આ ફિલ્મને પ્રણય મેશરામે ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૧૮ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે.
નુસરત ભરુચા
નુસરત ભરૂચાની ફિલ્મ ‘અકેલી’ રિલીઝ થવાની છે. એમાં તેને અન્ય કલાકારો સાથે સેટ પર કામ કરવાની પણ મજા આવી હતી. આ ફિલ્મને પ્રણય મેશરામે ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૧૮ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. એ ફિલ્મ એક એવી યુવતીની છે જે એક અણધારી આફતમાં સપડાઈ જાય છે. આ ફિલ્મમાં નુસરતની સાથે ત્સાવી હલેવી અને આમિર બૉટ્રોસ પણ જોવા મળશે. એ બન્નેએ ‘ફૌદા’ સિરીઝમાં પણ કામ કર્યું છે. તેમના વિશ પૂછવામાં આવતાં નુસરતે કહ્યું કે ‘મેં એ સિરીઝ જોઈ છે અને એ બન્નેને પણ એમાં જોયા છે. તેઓ અદ્ભુત ઍક્ટર્સ અને માણસો છે. તેમની સાથે શૂટિંગ કરવાની ખૂબ મજા આવી હતી.’

