આ ફિલ્મ ૨૦૦૩માં આવેલી ‘ઇશ્ક વિશ્ક’ની સીક્વલ છે
‘ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ’નું પોસ્ટર
‘ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ’ દ્વારા હૃતિક રોશનની કઝિન પશ્મિના રોશન બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મ ૨૦૦૩માં આવેલી ‘ઇશ્ક વિશ્ક’ની સીક્વલ છે. એ ફિલ્મમાં શાહિદ કપૂર, અમ્રિતા રાવ, વિશાલ મલ્હોત્રા અને શહનાઝ ટ્રેઝરીવાલા લીડ રોલમાં હતી. ‘ઇશ્ક વિશ્ક રીબાઉન્ડ’ને રમેશ તૌરાની બનાવવાના છે. આ સીક્વલમાં ‘કભી ખુશી કભી ગમ’માં શાહરુખ ખાનના દીકરાનો રોલ કરનાર જીબ્રાન ખાન, રોહિત સરાફ અને નૈલા ગ્રેવાલ લીડ રોલમાં દેખાશે. ફિલ્મનો ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રમેશ તૌરાનીએ કૅપ્શન આપી હતી, ‘તમને પ્રેમ પર ભરોસો છે, અમને
પ્રેમ પર ભરોસો છે અને હવે ‘ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ’ દ્વારા પ્રેમ અપગ્રેડ થવાનો છે.’
આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પશ્મિના રોશને કૅપ્શન આપી હતી, ‘એવું લાગે છે વર્ષોની તપસ્યા અને સખત મહેનતનું આખરે ફળ મળ્યું છે. મારો પહેલો સ્ક્રીનનો અનુભવ દેખાડવા માટે હું અતિશય એક્સાઇટેડ, નર્વસ અને ખુશ છું. રિલેશનશિપ ઍપ્સ પર મળી રહે છે અને ચૅટ કરતાં એનો અંત થાય તો પ્રેમ અપગ્રેડ થવો જોઈએ. ‘ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ’. આગળ વધવાનો સમય આવી ગયો છે.’