ઈશાન ખટ્ટર હાલમાં તેની ગર્લફ્રેન્ડ મૉડલ ચાંદની બેઇન્ઝ સાથે ડિનર કરીને ઘરે જતી વખતે ક્લિક થઈ ગયો હતો. ઈશાન અને ચાંદની લગભગ એક વર્ષથી એકબીજાને ડેટ કરે છે. તેઓ ડિનર પછી પાછાં જઈ રહ્યાં હતાં ત્યારે ફોટોગ્રાફર્સના ટોળાએ તેમને ઘેરી લીધાં હતાં.
ઈશાન ખટ્ટર ગર્લફ્રેન્ડ ચાંદની બેઇન્ઝ સાથે ડિનર પર
ઈશાન ખટ્ટર હાલમાં તેની ગર્લફ્રેન્ડ મૉડલ ચાંદની બેઇન્ઝ સાથે ડિનર કરીને ઘરે જતી વખતે ક્લિક થઈ ગયો હતો. ઈશાન અને ચાંદની લગભગ એક વર્ષથી એકબીજાને ડેટ કરે છે. તેઓ ડિનર પછી પાછાં જઈ રહ્યાં હતાં ત્યારે ફોટોગ્રાફર્સના ટોળાએ તેમને ઘેરી લીધાં હતાં. આ સમયે ઈશાને ગર્લફ્રેન્ડની એક્સ્ટ્રા કાળજી લીધી હતી અને તેને ફોટોગ્રાફર્સથી બચાવીને કૉર્ડન કરીને કાર સુધી લઈ ગયો હતો. આ વિડિયો અને તસવીરો વાઇરલ થયા પછી લોકો ઈશાનને સુપરકૅરિંગ બૉયફ્રેન્ડ ગણાવી રહ્યા છે.

