જાહ્નવી કપૂર અને રાજકુમારનો સાથે ફોટો જોઈને કેમ નારાજ થયો ઈશાન?
જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ
જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવનો સાથે ફોટો જોઈને ઈશાન ખટ્ટર નારાજ થયો હતો. બન્નેના ફોટો પર ઈશાનને ક્રેડિટ ન આપવાથી તેણે મજાક કરતાં પોતાની નારાજગી જાહેર કરી છે. જાહ્નવી અને રાજકુમારે તાજેતરમાં જ ઓમાનમાં એક અવૉર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. આ ફોટો જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. લોકોને તેમની કેમિસ્ટ્રી ખૂબ પસંદ પડી રહી છે. જોકે ઈશાન તેમના ફોટો જોઈને નારાજ થઈ ગયો હતો. આ ફોટો પર કમેન્ટ કરતાં ઈશાને લખ્યું હતું કે ‘તો હવે આવું થવાનું છે. ફોટો પર મને ક્રેડિટ ન આપવાને હું ચલાવી લઈશ.’
ADVERTISEMENT
ઈશાન ખટ્ટર
ઓમાનમાં પર્ફોમર ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો રાજકુમાર રાવને
રાજકુમાર રાવને ઓમાનમાં પર્ફોર્મર ઑફ ધ યરના અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તેની દમદાર ઍક્ટિંગના લોકો કાયલ છે. તેની ‘સ્ત્રી’ લોકોને ખૂબ પસંદ પડી હતી. આ અવૉર્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાજકુમાર રાવે કૅપ્શન આપી હતી કે ‘આ અવૉર્ડ મળવો મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.
આ પણ વાંચો : લોકોએ એકબીજાની પ્રાઇવસીની કાળજી રાખવી જોઈએ : જૅકલિન
મને એ વાતની પણ સંતુષ્ટિ છે કે મારી ફિલ્મો ન માત્ર ભારતના દર્શકોને પરંતુ વિશ્વભરના લોકોને મનોરંજન પૂરું પાડે છે. મેં ૨૦૧૮માં અલગ ફિલ્મો કરી છે. આ અવૉર્ડ દર્શાવે છે કે લોકો પણ નવું અને ઇન્ટરેસ્ટિંગ જોવા માગે છે.’