ઈશાન ખટ્ટરને આઇફા અવૉર્ડ્સ મળતાં શાહિદ અને મીરા થયાં ગદ્ગદ
શાહિદ-મીરા, ઇશાન ખટ્ટર
મુંબઈ : મુંબઈમાં તાજેતરમાં યોજાયેલા IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી) અવૉર્ડમાં ઈશાન ખટ્ટરને પહેલી વાર અવૉર્ડ મળતા શાહિદ કપૂર અને મીરા રાજપૂત કપૂરને ખૂબ ગર્વ થઈ રહ્યો છે. ઈશાને ‘ધડક’ ફિલ્મથી જાહ્નવી કપૂર સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ઈશાનને હંમેશાં તેનાં ભાઈ શાહિદ કપૂર સાથે સરખાવવામાં આવે છે. ઈશાન તેની ફિલ્મની ચૉઇસ અને તેનાં ડાન્સિંગ સ્કિલને લઈને ચર્ચામાં રહે છે. અનેક અવૉર્ડ જીતી ચુકેલા ઈશાનને દર્શકોનો પણ ભરપૂર પ્રેમ મળ્યો છે. ઈશાને હજી તો હંમણાં જ બૉલીવુડમાં શરૂઆત કરી છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)