સિદ્ધાર્થે ‘કૉફી વિથ કરણ’માં આડકતરી રીતે એનો સ્વીકાર કર્યો હતો. તેઓ હવે લગ્ન કરવાનાં છે એવી પણ ચર્ચા ચાલી રહી છે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી
કિયારા અડવાણીએ હાલમાં તેની રિલેશનશિપને ઑફિશ્યલ કરી હોય એવું લાગી રહ્યું છે. તે અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઘણા સમયથી રિલેશનશિપમાં છે. સિદ્ધાર્થે ‘કૉફી વિથ કરણ’માં આડકતરી રીતે એનો સ્વીકાર કર્યો હતો. તેઓ હવે લગ્ન કરવાનાં છે એવી પણ ચર્ચા ચાલી રહી છે. આ તમામ વચ્ચે કિયારાએ તેનો સિદ્ધાર્થ સાથેનો ફોટો શૅર કરીને તેની રિલેશનશિપને ઑફિશ્યલ કરી હોય એવી ચર્ચા ચાલી રહી છે. સિદ્ધાર્થનો જન્મદિન હતો એથી કિયારાએ ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી, ‘બર્થ-ડે બૉય, તું કોને જોઈ રહ્યો છે.’ આ ફોટો પર અનન્યા પાન્ડેએ કૅપ્શન આપી હતી, ‘મને લાગે છે કે આ ફોટો મેં ક્લિક કર્યો છે.’