બાબિલને એક ચાહકે પૂછ્યું, "તમે ક્યારે ઇરફાન સર સાથે જોડાયેલું કંઇક પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરશે? ચાહકના સવાલનો બાબિલે ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો."
બાબિલ ખાન
ઇરફાન ખાનના નિધન બાદ બાબિલ ઘણીવાર તેની સાથે જોડાયેલી પોતાની સ્મૃતિઓ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતો રહે છે જેની લોકો રાહ જોઇ રહ્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસોથી બાબિલે પોતાના અકાઉન્ટ પર ઇરફાન સાથે જોડાયેલી કોઇપણ પોસ્ટ શૅર કરી નથી, એવું કેમ? તેના પાછળનું કારણ પણ બાબિલે જણાવ્યું છે. હકીકતે, બાબિલને એક ચાહકે પૂછ્યું, "તમે ક્યારે ઇરફાન સર સાથે જોડાયેલું કંઇક પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરશે? ચાહકના સવાલનો બાબિલે ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો."
બાબિલે લખ્યું, "મને શૅર કરવું ખૂબ જ પસંદ છે, પણ પછી મને ઘણાં બધાં મેસેજ મળે છે જેમાં કહેવામાં આવે છે કે હું પોતાને પ્રમોટ કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યો છું. અને મને આ ખૂબ જ દુઃખ પહોંચાડે છે. જ્યારે હું ખરેખર તેમની સ્મૃતિઓ શૅર કરતો હોઉં છું જે પોતાના ચાહકો માટે છોડીને ગયા છે. તેથી હવે હું ખરેખર કન્ફ્યૂઝ્ડ છું કે મને શું કરવું જોઇએ."
ADVERTISEMENT
આગળ બાબિલે લખ્યું, "હું હાલ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ મને આ જોઇને ખૂબ જ દુઃખ થાય છે જ્યારે લોકો મને મેસેજ કરવા માંડે છે કે હું મારા ફાયદા માટે તેમની સ્મૃતિઓનો સહારો લઈ રહ્યો છું. હું તો તેમનો દીકરો જ છું, મને આ બધું કરવાની જરૂર નથી. હવે હું દંગ છું અને થોડો દુઃખી પણ, તેથી હવે ત્યારે જ પોસ્ટ કરીશ જ્યારે મને જરૂર જણાશે."
જણાવવાનું કે ઇરફાન ખાનના નિધનને એક વર્ષ થવા આવ્યું છે. બૉલિવૂડના દિગ્ગજ કલાકારે 29 એપ્રિલના આ વિશ્વને અલવિદા કહી દીધું હતું. ઇરફાન બે વર્ષથી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરતી જજૂમી રહ્યા હતા. એક્ટર છેલ્લે કરીના કપૂર સાથેની ફિલ્મ `અંગ્રેજી મીડિયમ`માં જોવા મળ્યા હતા. તો બાબિલની વાત કરીએ તો બાબિલ ટૂંક સમયમાં જ નેટફ્લિક્સની ફિલ્મ Qalaથી ડેબ્યૂ કરવાનો છે. અનુષ્કા શર્માના પ્રૉડક્શનમાં બનેલી આ ફિલ્મનું નિર્દેશન અન્વિતા દત્ત કરી રહી છે.

